Dakshin Gujarat

બિપોરજોયની અસર: ખેરગામના તોરણવેરામાં 200 વર્ષ જૂનો વડ ધરાશાયી

ખેરગામ: (Khergam) નવસારી જિલ્લામાં બિપોરજોયને (Biporjoy) કારણે છેલ્લા થોડા દિવસથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વલસાડ, સુરત અને ભરૂચ જિલ્લાનાં કાંઠાના ગામોમાં વહીવટી તંત્ર એલર્ટ છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ ભારે વાયરો વાતાં વર્ષો જુનું ઝાડ (Tree) ધરાશાયી થઈ ગયું હતું.

  • બિપોરજોયની અસર: ખેરગામના તોરણવેરામાં 200 વર્ષ જૂનો વડ ધરાશાયી
  • નારણપોર માતા ફળિયામાં વીજ પ્રવાહમાં એકાએક વધારો થતાં ટીવી, પંખા, ફ્રીઝ, બલ્બ સહિત લોકોને હજારોનું નુકસાન

ખેરગામ તાલુકામાં તોરણવેરા ગામે હનુમાનજી મંદિરના પટાંગણમાં આવેલું આશરે 200 વર્ષ જૂનું વડનું ઝાડ તૂટી પડ્યું હતું. તો ખેરગામ તાલુકાના નારણપોર માતા ફળિયામાં વીજ પ્રવાહમાં એકાએક વધારો થતાં વીજ ઉપકરણોને હજારોનું નુકસાન થયું હતું. નારણપોર માતા ફળિયામાં વીજ પ્રવાહમાં એકાએક વધારો થતાં ટીવી, પંખા, ફ્રીઝ, બલ્બ સહિત લોકોને હજારોનું નુકસાન થયું હતું.

બિપોરજોય વાવાઝોડાએ સમગ્ર દરિયા કાંઠાનાં ગામોમાં દહેશત વર્તાવી છે. ઘણા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવા સાથે સાવચેત રહેવા સૂચના આપી છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ તેની અસર જોવા મળી રહી છે. બુધવારે ખેરગામમાં ધૂળની ડમરી સાથે વંટોળ શરૂ થયો હતો. જેના પગલે તોરણવેરા ગામે હનુમાજી મંદિરના પટાંગણમાં આવેલું આશરે 200 વર્ષ જૂનું વડનું ઝાડ ધરાશાયી થઈ ગયું હતું. જ્યારે ખેરગામ તાલુકાના નારણપોર ગામના માતા ફળિયામાં વીજ પ્રવાહમાં એકાએક વધારો થતાં ટીવી, પંખા, બલ્બ, ફ્રીઝ સહિત અનેક ઈલેક્ટ્રીક ઉપકરણો ઉડી ગયા હતાં, જેને કારણે લોકોને હજારોનું નુકસાન થયું હતું. લોકોમાં વીજ વિભાગની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

બીલીમોરા પંથકમાં બિપોરજોયની અસર: હોર્ડિંગ્સ, વૃક્ષો મહેલના પત્તાની જેમ ફંગોળાયા
બીલીમોરા: મહા વાવાઝોડું બિપોરજોય કચ્છની ધરતી ઉપર આજે મોડી સાંજે ત્રાટક્યું છે. જેના તોફાની પવનને કારણે બીલીમોરા પંથકમાં ગુરુવારે હોર્ડિંગ્સ, વૃક્ષ અને વીજતાર તૂટ્યા હતા. વહીવટી તંત્રની સતર્ક નજર વચ્ચે પરિસ્થિતિ એકંદરે કંટ્રોલમાં રહી હતી.
દૂર દરીયામાં ઉદ્દભવેલું ચક્રવાતી મહા વવાઝોડું બિપોરજોયે કચ્છની ધરતી ઉપર મોડી સાંજે લેન્ડફોલ કર્યું હતું. ત્યારે તેની આડ અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં પણ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. બીલીમોરા ચીખલી માર્ગ લગોલગ આંતલીયા ગામે નવી બાંધકામ સાઇટના હોર્ડિંગની લોખંડી ચેનલ પવન સામે ઝીંક ઝીલી ન શકતા ધરાશાયી થઈ હતી. પવન શક્તિનો નજારો જોઈ રાહદારી પણ અચરજમાં મુકાયા હતા. બીજા કિસ્સામાં બીલીમોરા-ગણદેવી માર્ગ ઉપર શ્રી રામ કોમ્પલેક્ષ સામે વીજ ડીપી ઉપર આસોપાલવનું મોટું વૃક્ષ ભેરવાતા વીજળી ડુલ થઈ હતી. જ્યારે આંતલીયા વીજ કંપની હસ્તકના ઉંડાચ, વલસાડી ઘોલ (વાઘરેચ), ધકવાડા અને નાંદરખા ગામે વીજ તાર તૂટ્યા હતા. દિવસભર તોફાની પવન ફૂંકાતો રહ્યો હતો. જોકે ધોલાઈ, મેંધર અને ભાટ ગામે દરીયામાં કરંટ વચ્ચે સ્થિતિ સામાન્ય રહી હતી. તેમ છતાં વહીવટી તંત્ર સ્થિતિ ઉપર બારીક નજર રાખી રહ્યું છે.

Most Popular

To Top