Sports

સગીર રેસલર્સના જાતીય શોષણ કેસમાં બ્રિજ ભૂષણને દિલ્હી પોલીસ તરફથી ક્લીનચીટ

નવી દિલ્હી: દિલ્હી પોલીસે (Delhi Police) સગીર મહિલા રેસલર્સ (Wrestlers) જાતીય શોષણ કેસમાં બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહસામે ગુરુવારે બે ચાર્જશીટ (Charge sheet) દાખલ કરી હતી. જેમાં 6 મહિલા રેસલર્સ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે એક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જ્યારે બીજી ચાર્જશીટ પટિયાલા કોર્ટમાં સગીર મહિલા રેસલર્સની ફરિયાદના આધારે કરવામાં આવી છે. સગીર મહિલા રેસલર્સ દ્વારા કરવામાં આવેલા આરોપો અંગે ગુરુવારે દિલ્હી પોલીસે બ્રિજભૂષણને કલીન ચીટ (Clean cheat) આપી છે.

21 એપ્રિલે 7 મહિલા રેસલર્સે દિલ્હી પોલીસને બ્રિજભૂષણ સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે દિલ્હી પોલીસે 28 એપ્રિલે બ્રિજભૂષણ સામે બે કેસ નોંધ્યા હતા. પ્રથમ કેસ 6 મહિલા રેસલર્સની ફરિયાદ અંગે નોંધવામાં આવ્યો હતો જ્યારે અન્ય એક કેસ સગીર મહિલા રેસલર્સની ફરિયાદના આધારે પોસ્કો એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો હતો. 11 જૂનના રોજ દિલ્હી પોલીસે રેસલર્સોને બ્રિજ ભૂષણ પર આરોપ મૂકનાર મહિલા રેસલર્સો પાસેથી તેઓ સાથે થયેલી જાતીય સતામણીના ફોટા અને ઓડિયો ચેટ રજૂ કરવા કહ્યું હતું. જો કે રેસલર્સોએ પુરાવા રજૂ કરતા દિલ્હી પોલીસે આ પુરાવા પૂરતા નથી તેવું કહ્યું હતું.

6 પુખ્ત મહિલા કુસ્તીબાજએ તેની ફરિયાદમાં કયા આક્ષેપો કર્યા?
પહેલી ફરિયાદ– હોટેલ રેસ્ટોરન્ટમાં ડિનર દરમિયાન મને તેના ટેબલ પર બોલાવી છાતીથી પેટ સુધી સ્પર્શ કર્યો. મારી પરવાનગી વિના મારા ઘૂંટણ, મારા ખભા અને હથેળીઓને રેસલિંગ ફેડરેશનની ઓફિસમાં સ્પર્શ કરવામાં આવી હતી. મારા પગ સાથે તેણે પોતાના પગ પણ અડાવ્યા હતા.
બીજી ફરિયાદ– જ્યારે હું સાદડી પર સૂતી હતી ત્યારે બ્રિજભૂષણ સિંહ મારી પાસે આવ્યો. મારો કોચ તે સમયે ત્યાં હાજર ન હતા. મારી પરવાનગી વિના મારું ટી-શર્ટ ખેંચી લીધું, મારી છાતી પર હાથ મૂકીને મારો શ્વાસ તપાસ્યો અને ત્યાંથી નીચે હાથ સરકાવી દીધો. હું ફેડરેશનની ઑફિસમાં મારા ભાઈ સાથે હતી. મને ઓફિસમાં બોલાવવામાં આવી અને મારા ભાઈને બહાર રહેવા કહેવામાં આવ્યું ત્યારપછી મને રૂમમાં બળજબરીપૂર્વક ખેંચીને જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો.
ત્રીજી ફરિયાદ– તેણે મને મારા માતા-પિતા સાથે ફોન પર વાત કરવાનું કહ્યું કારણ કે તે સમયે મારી પાસે મારો મોબાઈલ ફોન નહોતો. બ્રિજભૂષણે મને તેના પલંગ તરફ બોલાવી જ્યાં તે બેઠો હતો અને પછી અચાનક મારી પરવાનગી વિના તે મને ભેટી પડ્યો. પોતાની જાતીય ઇચ્છાઓને સંતોષવા માટે તેણે મને સપ્લીમેન્ટ્સ ખરીદવાની ઓફર કરીને લાંચ આપવાનો પણ પ્રયાસ કર્યો હતો.
ચોથી ફરિયાદ – બ્રિજભૂષણ સિંહે મને બોલાવ્યો અને મારી ટી-શર્ટ ખેંચી અને મારા પેટ નીચેથી સરકાવી દીધો. તેણે મારો શ્વાસ તપાસવાના બહાને મારી નાભિ પર હાથ મૂક્યો.
પાંચમી ફરિયાદ– હું લાઇનની પાછળ હતો પછી ખોટી રીતે સ્પર્શ કર્યો, જ્યારે મેં દૂર જવાનો પ્રયાસ કર્યો, ત્યારે મારો ખભો પકડી લીધો.
છઠ્ઠી ફરિયાદ– ફોટો પડાવાના બહાને મારા ખભા પર હાથ મૂક્યો તો મેં તેનો વિરોધ કર્યો.

સગીર મહિલા રેસલર્સે જાતીય સતામણીનો આરોપને નકારી ભેદભાવનો આરોપ બીજા નિવેદનમાં નોંધાવ્યો હતો
બ્રિજભૂષણ જાતીય સતામણીનો કેસ દાખલ કરનાર સગીર મહિલા રેસલરે પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું. પ્રથમ નિવેદનમાં સગીર મહિલા કુસ્તીબાજએ બ્રિજ ભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો, ત્યાર પછી તેણે પોતાનું નિવેદન બીજીવાર નોંધાવ્યું હતું જેમાં તેણે કુશ્તી સંઘના પૂર્વ પ્રમુખ પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે. આ નિવેદનમાં તેણે કયાંક પણ જાતીય સતામણીનો ઉલ્લેખ કર્યો ન હતો. આ અંગે સગીર મહિલા રેસલરના પિતાએ જણાવ્યું કે આ કેસ ગુસ્સામાં આવીને કરવામાં આવ્યો હતો. તેઓએ દાવો કર્યો કે બ્રિજભૂષણ અને ભારતીય કુશ્તીસંધે એશિયા ચેમ્પિયનશિપમાં કુશ્તીબાજોની પસંદગી દરમ્યાન પક્ષપાત કર્યો હતો.

Most Popular

To Top