National

CBI પરવાનગી વગર તમિલનાડુમાં તપાસ નહીં કરી શકે, સ્ટાલિનની સરકારે લીધો મોટો નિર્ણય

તમિલનાડુ :સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનને (CBI) આપવામાં આવેલો સામાન્ય અધિકાર તમિલનાડુ સરકારે પાછો ખેંચ્યો છે. હવે રાજ્યમાં કોઈ પણ પ્રકારની તપાસ (Investigation) કરવા માટે સેન્ટ્રલ એજન્સી એટલે કે CBIએ પ્રથમ તામિલનાડુ સરકારની પરવાનગી (Permission) લેવાની રહેશે. કેન્દ્રની ભાજપ સરકાર સામે શાસક ડીએમકેની ટીકા વચ્ચે સરકારે આ પગલું ભર્યું છે. ડીએમકેએ અગાઉ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર વિપક્ષી નેતાઓને “મૌન” કરવા માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરઉપયોગ કરી રહી છે.

  • સીબીઆઈ દ્વારા તપાસ માટે તેની સામાન્ય સંમતિ પાછી ખેંચનાર તમિલનાડુ દસમું ભારતીય રાજ્ય બન્યું
  • કેન્દ્ર સરકાર વિપક્ષી નેતાઓને “મૌન” કરવા માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરઉપયોગ કરી રહી છે: ડીએમકેએ
  • એમકે સ્ટલિનની સરકારમાં કેન્દ્રીય એજન્સીની આ પ્રકારની કાર્યવાહીનો સામનો કરનાર પ્રથમ મંત્રી

તમિલનાડુમાં મુખ્યમંત્રી એમકે સ્ટલિનની સરકારમાં કેન્દ્રીય એજન્સીની આ પ્રકારની કાર્યવાહીનો સામનો કરનાર પ્રથમ મંત્રી છે. મુખ્યમંત્રી સ્ટલિને આ મામલે કહ્યું હતું કે જ્યારે બાલાજીએ તપાસમાં સંપૂર્ણ સહયોગ માટેનું આશ્વાસન આપ્યું છે તો લાંબી પૂછપરછની શું જરૂર છે. તેમણે કહ્યું કે શું ઈડીની આ પ્રકારની અમાનવીય કાર્યવાહી યોગ્ય છે?.

તમિલનાડુ CBI દ્વારા તપાસ માટે તેની સામાન્ય સંમતિ પાછી ખેંચનાર દસમું ભારતીય રાજ્ય બન્યું. અગાઉ અન્ય 9 રાજ્યો કે જેમણે કેસોની તપાસ માટે CBIને તેમની સામાન્ય સંમતિ પાછી ખેંચી હતી તેમાં છત્તીસગઢ, ઝારખંડ, કેરળ, મેઘાલય, મિઝોરમ, પંજાબ, રાજસ્થાન, તેલંગાણા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. એવું જાણવા મળ્યું છે કે વિપક્ષો દ્વારા છેલ્લાં ઘણાં સમયથી કેન્દ્ર CBIનો દૂરઉપયોગ કરી રહ્યું હોવાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યાં છે.

CBI દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ (DPSEA) દ્વારા સંચાલિત
CBI દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ (DPSEA) દ્વારા સંચાલિત છે. આ કાયદા હેઠળ દિલ્હી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ બનાવીને CBIની રચના કરવામાં આવી છે. તેનું મૂળ અધિકારક્ષેત્ર દિલ્હી પૂરતું મર્યાદિત છે. અન્ય રાજ્યોમાં, સીબીઆઈને કેસોની તપાસ માટે સંબંધિત રાજ્ય સરકારની સંમતિની જરૂર છે. આ અન્ય કેન્દ્ર સરકારની એજન્સીઓ જેવી કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)થી વિપરીત છે. કારણ કે અન્ય એજન્સીઓને આવી પરવાનગીની જરૂર નથી.

Most Popular

To Top