World

રશિયાએ બેલારૂસને આપ્યા પરમાણુ હથિયાર, બેલારૂસે તેનો ઉપયોગ કરવા પુતિનની પરવાનગી લેવી પડશે

નવી દિલ્હી : રશિયન રાષ્ટ્રપતિ પુતિને બેલારૂસને (Belarus) પરમાણુ હથિયાર (Nuclear weapons) આપ્યા છે. બેલારૂસના રાષ્ટ્રપતિ એલક્ઝાંડે લુકાશેંકોએ (Alexander Lukashenko) પોતાના એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે રશિયાથી (Russia) મોકલવામાં આવેલા પરમાણુ હથીયાર બેલારૂસ પહોચ્યા છે. લુકાશેંકોએ એમ પણ કહ્યું હતું કે આ પરમાણુ હથિયાર 1945માં હિરોશિમા અને નાગાસાકી પર કરવામાં આવેલા પરમાણુ હુમલા કરતા ત્રણ ગણા વધારે ખતરનાક છે. વર્ષ 1991 પછી પહેલી વાર રશિયાએ પોતાના પરમાણુ હથિયાર વિદેશમાં મોકલ્યા છે.

લુકાશેન્કોએ જણાવ્યું હતું કે આ પરમાણું હથિયાર રાખવા માટે સોવિયત સંધની 6 ન્યુક્લિયર ફેસીલીટી નક્કિ કરવામાં આવી હતી. તેમણે વધું કહ્યું હતું કે પશ્વિમી દેશો છેલ્લા ઘણા સમયથી બેલારૂસના ટુકડા કરવા માંગે છે. અમે અત્યાર સુધી તેમના લક્ષ્ય પર હતા પરંતુ હવે તેવું નથી તે હવે બદલાઈ જશે. લુકાશેંકોએ એમ પણ કહ્યું હતું કે તેઓ આ હથિયારોને તેમના સરહદી વિસ્તારોમાં તૈનાત કરશે.

હથિયારનો ઉપયોગ કરવા માટે પુતિનની પરવાનગી લેવી પડશે
બેલારૂસના રાષ્ટ્રપતીએ જણાવ્યું હતું કે આ હથિયારનો ઉપયોગ કરવા માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની પરવાનગીની જરૂર પડશે. લુકાશિકોંએ કહ્યું કે જો જરૂર પડશે તો અમે આ હથિયારનો ઉપયોગ કરવાથી ડરશું નહી. આ હથિયારના ઉપયોગ માટે મારે માત્ર પુતિનને ફોન જ કરવાનો રહશે. જો કે રૂસે અગાઉ જણાવ્યું હતું કે આ પરમાણુ હથિયાર બેલારૂસ પાસે છે પરંતુ તેના પર નિયંત્રણ રૂસની એટોમિક એજન્સી રાખશે.

પુતિને 25 માર્ચે બેલારૂસમાં હથિયાર મોકલવાની ધોષણા કરી હતી
આ પરમાણુ હથિયાર બેલારૂસમા મોકલવાની ધોષણા 25 માર્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી હતી. બેલારૂસના રાષ્ટ્રપતિ પરમાણુ હથિયાર તેમની સિમા પર તેનાત કરવાની માંગ કરી રહ્યા હતા એવુ રાષ્ટ્રપતિ પુતિને જણાવ્યું હતું. પુતિનનું કહેવું છે કે અમેરિકાએ બેલ્જિયમ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ અને તુર્કીમાં પરમાણુ હથિયારો રાખીને કેટલાક દાયકાઓ સુધી જે કર્યુ છે તે હવે રશિયા કરશે. રશિયાનું આ પગલું આંતરરાષ્ટ્રીય પરમાણું સંબધ્ધીત કોઈ પણ સંધિઓનું ઉલંઘન કરવા માટે લેવામાં આવ્યું નથી અને રશિયા આવું કરશે પણ નહીં. પુતિને એમ પણ કહ્યું કે અમેરીકાએ નાટો સાથે જોડાયેલા દેશોના વિસ્તારમાં હથિયાર તૈનાત કર્યા છે.

Most Popular

To Top