Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: વડોદરા શહેર જિલ્લા સહિત  અમદાવાદ ખેડાના અનેક પેટ્રોલ પંપના માલિકો પાસેથી પેટ્રોલ -ડીઝલ ખરીદ કર્યા બાદ રૂપિયા ન ચૂકવી કરોડોની છેતરપિંડી આચરનાર પંચાલ ટોળકી પૈકીના મુખ્ય સુત્રધાર સાળા-બંનેવીને ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદની હોટલમાંથી ઝડપી પાડ્યા હતા. વડોદરા લાવ્યા બાદ બંનેને જવાહરનગર પોલીસને સોંપવામાં આવ્યા છે. બાકીનાને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે.

વડદોરા શહેર જિલ્લા સહિત ઘણા જિલ્લાના પેટ્રોલ પંપના સંચાલકોને પંચાલ ટોળકી મળવા માટે જતી હતી. દરમિયાન સંચાલકો પાસેથી પોતાને વિવિધ કંપનીઓના કોન્ટ્રાક્ટ મળ્યા છે અને તેમા અમને મોટી માત્રામાં ડીઝલ તથા પેટ્રોલની જરૂરીયાત ઉભી થાય છે તેમ કહીને તેમનો વિશ્વાસ કેળવ્યો હતો ત્યાર બાદ તેમની પાસેથી ક્રેડિટમાં ડીઝલ તથા પેટ્રોલની ખરીદી કરી હતી. જેમાંથી કેટલીક રકમ આપી હતી ત્યારબાદ બાકી રહેતી કરોડો રૂપિયાની રકમ ચૂકવીની છેતરપિડી આચરી હતી. પંપના સંચાલકો પંચાલ ટોળકી પાસે રૂપિયાની માગણી કરતા હતા. તે દરમિયાન તેઓ ખોટી કેસમાં ફસાવી દેવાની તથા મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેવા ઘણા પંપના માલિકોએ પોલીસ કમિશનર તથા એસપી સહિતના અધિકારીઓને પણ રજૂઆત કરી હતી.

રણોલી ખાતેના ગણેશ પેટ્રોલ પંંપના મેનેજરે 6 ઓગસ્ટના રોજ પંચાલ ટોળકીએ ભેગા મળીને પ્રિપ્લાન કાવતરુ રચીને તેમના પંપ પરથી  59.50 લાખનું પેટ્રોલ ડીઝલ ઉધાર ખરીદ કર્યું હતું પરંતુ તેમના નાણા આજદીન સુધી ચૂકવ્યા ન હતા. જેથી પંપના મેનેજર જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છેલ્લા ઘણા દિવસોથી પંચાલ ટોળકીની પાછળ શોધખોળમાં લાગેલી હતી. દરમિયાન રવિવા રાત્રે મહાઠગ ટોળકી પૈકીના દર્શન  પ્રફુલ પંચાલ તથા દર્શન ભીખા પંચાલને અમદાવાની રોયલ ક્રાઉ હોટ્લમાંથી સાળા બનેવીને દબોચી લીધા હતા. વડોદરા લાવ્યા બાદ જવાહરનગનર પોલીસને સોંપવામાં આવ્યા હતા. જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કેટલાક આરોપીઓને તો બે વર્ષની સજા પણ પડી હતી
પંચાલ ટોળકી પૈકીના કેટલાક આરોપીઓ સામે કોર્ટમાં ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક કે બે બે વર્ષથી સજા પણ પડી હતી. તેમ છતાં તેઓ નાસતા ફરતા હતા. જ્યારે કેટલાક આરોપીઓએ કોર્ટમાં આગતોર મુકતા તે પણ નામંજૂર થયા હતા.

7-8 અમદાવાદમાં રોકાઇને સાળા-બનેવીને ઝડપી પાડ્યાં
અનેક પેટ્રોલ પંપના માલિકો સાથે છેતરપિંડી આચર્યાના રજૂઆત પોલીસ કમિશનરને કરવામાં આવતા એક કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ હતી. અમે છેલ્લા 20 દિવસથી અમારી ટીમ ઠગ પંચાલ ટોળકીની શોધમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે બંને અમદાવાદા છે. જેના આધારે છેલ્લા 7-8 દિવસથી ટીમ ત્યાં રોકાઇ હતી બંને જણા રોયલ ક્રાઉ હોટલમાં રોકાયા હોવાની બાતમી મળતા ત્યાં પહોંચી બંને ઝડપી પાડ્યા હતા

To Top