World

લાલ સમુદ્રમાં તણાવ, થશે મોટું યુદ્ધ! 3 હજાર અમેરિકન સૈનિક યુદ્ધ જહાજ સાથે તૈયાર, ઈરાન પણ…

નવી દિલ્હી: દુનિયામાં પહેલેથી જ રશિયા યુક્રેન યુદ્ધ (Russia Ukrain War) ચાલી રહ્યું છે. રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે લાલ સમુદ્રમાં પણ મોટું યુદ્ધ શરૂ થવાની સંભાવના વ્યકત કરાય છે. ઈરાને સુએઝ કેનાલથી લાલ સમુદ્ર વિસ્તારમાં આવતા જહાજોને જપ્ત કર્યાની ઘટનાઓ બાદ અમેરિકા અને ઈરાન સામસામે આવી ગયા છે. આ દરમિયાન ઈરાનને પાઠ ભણાવવા માટે અમેરિકી નેવીના 3000 જવાન બે યુદ્ધ જહાજોમાં સવાર થઈને લાલ સમુદ્રમાં પહોંચી ગયા છે. અમેરિકન ટેન્કર પર ઈરાનના કબજા બાદ સ્થિતિ યુદ્ધ જેવી બની ગઈ છે.

બીજી તરફ ઈરાન પણ દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. સૂત્રો પાસેથી જાણકારી સામે આવી છે કે યુએસ નેવીના પાંચમા ફ્લીટે જણાવ્યું છે કે અમેરિકન નાવિક અને મરીન પૂર્વ-ઘોષિત તૈનાતના ભાગરૂપે સુએઝ કેનાલમાંથી પસાર થયા બાદ રવિવારે લાલ સમુદ્રમાં પ્રવેશ્યા છે. અહીં ઈરાન પણ પીછેહઠ કરી રહ્યું નથી. ઈરાને સ્પષ્ટપણે ધમકીભર્યા સ્વરમાં કહ્યું છે કે તે અમેરિકાની કોઈપણ સૈન્ય કાર્યવાહીનો પુરી તાકાતથી જવાબ આપશે. જેના કારણે ઈરાને પણ લાલ સમુદ્ર વિસ્તારમાં પોતાની નૌકાદળને એલર્ટ કરી દીધી છે.

લાલ સમુદ્રમાં અમેરિકન લશ્કરી શક્તિ અચાનક વધી ગઈ
યુએસ નેવીના જહાજો યુએસએસ બાતાન અને યુએસએસ કાર્ટર હોલ લાલ સમુદ્રમાં આવી પહોંચ્યા છે. આ નિવેદન ખુદ યુએસ નેવીના પાંચમા ફ્લીટ દ્વારા આપવામાં આવ્યું છે. આ બે યુદ્ધ જહાજો અને 3000 થી વધુ મરીન આવવાથી લાલ સમુદ્રમાં અમેરિકી સૈન્ય શક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. યુએસ સૈન્યનું કહેવું છે કે ઈરાને છેલ્લા બે વર્ષમાં આ ક્ષેત્રમાં લગભગ 20 આંતરરાષ્ટ્રીય ધ્વજ ધરાવતા જહાજોને કબજે કર્યા છે અથવા તેના નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો છે.

ઈરાનની ગતિવિધિઓથી પરેશાન અમેરિકાએ આ જાહેરાત કરી હતી
યુએસ નેવીના ફિફ્થ ફ્લીટના પ્રવક્તા કમાન્ડર ટિમ હોકિન્સે જણાવ્યું હતું કે અમે કામ પર જઈએ છીએ ત્યારે આ એકમો જટિલ ઓપરેશનલ ક્ષમતામાં વધારો કરે છે. આ સાથે અમે પ્રદેશમાં અસ્થિર પ્રવૃત્તિઓને રોકવા અને ઈરાની સતામણીથી વેપારી શિપિંગને બચાવવા માટે કામ કરીશું.

દરમિયાન ઈરાની મેરીટાઇમ સર્વિસે જણાવ્યું હતું કે બે ટેન્કરમાંથી એક બહામિયન-ધ્વજવાળું રિચમંડ વોયેજર હતું. તે ઈરાની જહાજ સાથે અથડાયું હતું, જેમાં પાંચ ક્રૂ સભ્યોને ગંભીર ઈજા થઈ હતી. યુ.એસ એ ગયા મહિને જાહેરાત કરી હતી કે તે ઈરાનને ગલ્ફમાં જહાજો કબજે કરવાથી રોકવા માટે મધ્ય પૂર્વમાં એમ્ફિબિયસ રેડીનેસ ગ્રૂપ/મેરિટાઈમ ઓપરેશન્સ યુનિટ સાથે ડિસ્ટ્રોયર, એફ-35 અને એફ-16 યુદ્ધ વિમાનો તૈનાત કરશે.

Most Popular

To Top