National

તેઓ સંપૂર્ણ રાજ્ય સત્તા ભોગવવા માગે છે- દિલ્હી સર્વિસ બિલ અંગે અમિત શાહે રાજ્યસભામાં કેજરીવાલ સરકારને ઘેરી

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દિલ્હી સેવા બિલને (Delhi Service Bil) લઈને રાજ્યસભામાં નિવેદન આપ્યું છે. કેજરીવાલ સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે બંધારણ ઘડનારાઓએ દિલ્હીને સંપૂર્ણ અધિકારો આપ્યા નથી. આપણે કોઈ રાજ્યની સત્તા લેવાની જરૂર નથી. કેજરીવાલ સરકાર (Kejriwal Goverment) સમગ્ર રાજ્યની સત્તા ભોગવવા માંગે છે. દિલ્હીના કોઈ સીએમ સાથે આવી લડાઈ થઈ નથી. દિલ્હીમાં અરાજકતા ફેલાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. કેજરીવાલ સરકાર સત્તા પર અતિક્રમણ કરે છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યસભામાં દિલ્હી સર્વિસસ બિલ (નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી ગવર્નમેન્ટ એમેન્ડમેન્ટ બિલ, 2023) રજૂ કર્યું હતું. આ બિલ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે. શાસક પક્ષ અને વિપક્ષે તેમના સાંસદોને વ્હીપ જારી કરીને ગૃહમાં હાજર રહેવા જણાવ્યું છે. આ બિલ પર આમ આદમી પાર્ટીને 26 વિપક્ષી પાર્ટીઓ (‘ઇન્ડિયા’ ગઠબંધન)નું સમર્થન છે, જે દિલ્હીમાં અધિકારોની લડાઈ છે. આ સિવાય તેલંગાણાના સત્તાધારી BRSએ પણ પોતાના સાંસદોને બિલનો વિરોધ કરવા કહ્યું છે. બીજી તરફ બસપા આ બિલનો બહિષ્કાર કરશે. જ્યારે બીજેડી, વાયએસઆર અને ટીડીપી જેવા બિન-એનડીએ પક્ષોએ પણ આ બિલ પર મોદી સરકારને સમર્થન જાહેર કર્યું છે.

રાઘવ ચઢ્ઢાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા અમિત શાહે કહ્યું કે, સારા શબ્દોથી અસત્ય સત્ય બની જતું નથી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારને સત્તા સંભાળવાની કોઈ જરૂર નથી. 130 કરોડ લોકો કેન્દ્ર સરકારને સત્તા આપી ચૂક્યા છે. અમિત શાહે કહ્યું કે બિલની એક પણ જોગવાઈ ખોટી નથી. અમે કાયદા દ્વારા સ્થાપિત ઓર્ડર લાવ્યા છીએ. સુપ્રીમ કોર્ટના કોઈપણ નિર્ણયનું ઉલ્લંઘન નથી. બિલનો હેતુ ભ્રષ્ટાચારને રોકવાનો છે. દિલ્હીમાં ઉપર અને નીચે વિવિધ પક્ષોની સરકાર રહી. 2015 સુધી કોઈની સાથે ઝઘડો થયો ન હતો. દરેક વ્યક્તિ વિકાસ કરવા માંગતી હતી. ત્યારે આવી વ્યવસ્થાથી નિર્ણયો લેવાતા હતા અને ટ્રાન્સફર પોસ્ટીંગમાં કોઈ ઝઘડો થતો નથી.

અગાઉ AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ પર બોલતા કહ્યું કે આ એક રાજકીય છેતરપિંડી છે. તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે ભારતીય જનતા પાર્ટી પોતે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરતી હતી. રાઘવ ચઢ્ઢાએ પણ લોકસભામાં અમિત શાહના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. લોકસભામાં પંડિત જવાહરલાલ નેહરુના નિવેદનનું પુનરાવર્તન કરતા શાહે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વિરોધ કર્યો હતો. આ નિવેદનનો વિરોધ કરતાં રાઘવ ચઢ્ઢાએ ગૃહમંત્રીને સલાહ આપી કે તમારે નહેરુવીયન ન બનવું જોઈએ, તમારે માત્ર અડવાણીવાદી બનવું જોઈએ. જેમણે પોતે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ ઉઠાવી હતી. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે ભાજપના જૂના નેતાઓએ 40 વર્ષથી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી હતી, પરંતુ આજના નેતાઓએ આ સમગ્ર સંઘર્ષને ધૂળમાં ભેળવી દેવાનું કામ કર્યું છે.

Most Popular

To Top