Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: સુરતમાં યુવતીઓની છેડતીના બનાવો વારંવાર બનતા રહે છે ત્યારે આવો જ એક ચોંકાવનારો બનાવ પાંડેસારામાં બન્યો છે જ્યાં રોડ રોમિયોએ યુવતીની છેડતી કરી હતી ત્યારબાદ ગામલોકોએ મેથીપાક ચખાડ્યો. ઘટનાનો વિડીયો વાઇરલ થતા પોલીસએ તપાસ શરુ કરી છે.

આજે સુરતના પાંડેસરામાં આશાપુરી ખાડી રોડ ઉપર રોમિયોગીરી કરતા ઝડપાયેલા બે વ્યક્તિઓને લોકોએ જાહેરમાં ફટકાર્યો હોવાનો વીડીયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. યુવતીની છેડતી કરતા લોકોએ રોમિયો ને મેથીપાક ચખાડ્યો હોવાનું સામે આવી રહ્યું છે. વારંવાર થતી હેરાનગતિ બાદ લોકોએ કાયદો હાથમાં લઈ લીધો હતો અને રોમિયો ની રોમિયોગીરી જાહેરમાં ઉતારી મેથીપાક ચખાડ્યો હોવાની જાણકારી મળી છે. રોમિયોને મેથીપાક ચખાડતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે પણ તપાસ હાથ ધરી છે.

To Top