Madhya Gujarat

ખાદી માત્ર વસ્ત્રો નહીં પણ બૂટ- ચંપલ, ફર્નિચરનું ઉત્પાદન કરે છે

નડિયાદ : નડિયાદ ખાતે ખેડા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘ લી.ના નવીનીકરણ શો રૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘ લી, નડિયાદના નવીનીકરણ શો રૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે 101 વર્ષના વડીલ સ્વતંત્ર સેનાની કેસરીસિંહ પરમાર અને આજીવન જેમણે ખાદીના વસ્ત્રો પહેરી સમાજને ખાદી પહેરવા પ્રેરણા આપી છે, તેવા વડિલ મનછા બાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય દ્વારા હાજર ખાદી પ્રેમી મહેમાનો દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે લાલસિંહ વડોદીયાએ સને 1955માં નડિયાદમાં ખાદી ગ્રામોદ્યોગની સ્થાપના થઇ, બાદમાં 2008માં નવીનીકરણ કરવામાં આવ્યું હતું. બાદમાં આજે 2023માં અદ્યતન શો રૂમ ખુલ્લો મુકવામાં આવ્યો છે.

નડિયાદ સ્થિત કેડીસીસી બેન્કના ચેરમેન તેજસભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન ખાદીને વિશ્વમાં બ્રાન્ડ બનાવી છે. તે જ વાતને સમર્થન આપતા ખાદીના શો રૂમ અદ્યતન બની રહ્યાં છે. હવે ખાદી માત્ર વસ્ત્રો નહીં પરંતુ બૂટ – ચંપલ અને ફર્નિચરનું પણ ઉત્પાદન કરી વેચાણ કરી રહ્યું છે. આપણે સૌ પણ ખાદીની ખરીદી કરી ખાદીના વસ્ત્રો પહેરવા સૌને આહવાન કર્યું છે. આ ઉપરાંત સ્વચ્છ ભારત બનાવવા સૌને જાગૃત કર્યાં હતાં. આ સાથે દેવુસિંહ ચૌહાણે પણ લોકલ ફોર વોકલના સંકલ્પ સાથે ખાદીના વસ્ત્રો ખરીદવા સૌને માહિતી આપી હતી. આ અવસરે સંતરામ મંદિર નડિયાદના મહંત નિર્ગુણદાસજી મહારાજે આશીર્વાદ પાઠવ્યાં હતાં.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી દેવુસિંહ ચૌહાણ, ચેરમેન ખાદી ગ્રામોદ્યોગ આયોગ ભારત સરકારના મનોજ કુમાર, ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લીના ચેરમેન તેજસભાઈ પટેલ, ખાદી ગ્રામદ્યોગ નડિયાદના પ્રમુખ અને પૂર્વ સાંસદ લાલસિંહજી વડોદીયા, મહેમદાવાદના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી અર્જુનસિંહજી ચૌહાણ, મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહજી મહિડા, માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, લિજ્જત પાપડ ઉદ્યોગના પ્રમોટર પ્રકાશભાઈ ઉપસ્થિતિ રહ્યાં હતાં.

Most Popular

To Top