બીલીમોરા: (Bilimora) દશ દિવસ અગાઉ ગણેશ ચતુર્થીએ બાપાની સ્થાપના બાદ ગુરુવારે અનંત ચતુર્દશીએ ગણેશ ઉત્સવના (Ganesh Utsav) સમાપન સાથે બાપ્પા ને સલામત,...
બારડોલી: (Bardoli) બારડોલી શહેર સહિત તાલુકામાં રંગેચંગે ગણેશ વિસર્જન (Ganesh Visarjan) કરાયું હતું. શહેરના મુખ્ય માર્ગ પર પરંપરા મુજબ ચુસ્ત પોલીસ (Police)...
ભરૂચ, અંકલેશ્વર: (Bharuch, Ankleshwar) ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ગુરુવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ૭ કૃત્રિમ કુંડમાં શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરાયું...
ગાંધીધામ: (Gandhidham) કચ્છમાં (Kutch) ફરી એક વખત ડ્રગ્સ (Drugs) માફીયાઓ સક્રીય જોવા મળ્યા હતા. જોકે ગુજરાત પોલીસે (Gujarat Police) ડ્રગ્સનું મોટું રેકેટ...
સુરત: (Surat) સુરતમાં ગુરુવારે એક સાથે બે ઉત્સવની (Festival) ધૂમ રહી હતી. એક તરફ ગણેશ વિસર્જન (Ganesh Visarjan) તો બીજી તરફ ઇદે...
ભારતમાં (India) કૃષિ ક્રાંતિના (Agricultural Revolution) જનક અને જાણીતા કૃષિ વૈજ્ઞાનિક (Science) એમ.એસ.સ્વામીનાથન હવે નથી રહ્યા. 98 વર્ષીય સ્વામીનાથનનું ગુરુવારે સવારે 11.20...
સુરત: રશિયાએ યુક્રેન સામે યુદ્ધ છેડ્યું ત્યારથી જ અમેરિકા અને યુરોપીયન દેશો ગુસ્સે ભરાયા છે. રફ ડાયમંડની આવકમાંથી રશિયાને યુદ્ધમાં ભંડોળ મળી...
સુરતઃ સુરત શહેરમાં વિસર્જન યાત્રા દરમિયાન એક આઘાતજનક ઘટના બની છે. અહીંના ઓમનગર વિસ્તારમાં એક યુવકને ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન કરંટ લાગ્યો...
નવી દિલ્હી: આજે જયારે ભારત (India) ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રની નજીકમાં સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બની ગયો છે. ત્યારે આ સફળતાથી...
નવી દિલ્હી: ભારતનું (Inida) વિદેશી દેવું (Foreign Debt) વધ્યું છે. ભારતનું બાહ્ય દેવું જૂન 2023ના અંતે નજીવો વધીને US$629.1 બિલિયન થયું હતું,...
ડીજેની ધૂમ વચ્ચે સુરતમાં બેન્ડબાજાનો ક્રેઝ વધ્યો, એટલા બધા ઓર્ડર મળ્યા કે છેક મધ્યપ્રદેશથી બેન્ડવાળાને બોલાવવા પડ્યા સુરત: સુરત શહેરમાં આ વર્ષે...
સુરત : સુરતના (Surat) સચિન ડાયમંડ પાર્કથી )Diamond Park) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન ડાયમંડ પાર્કના એક મિલના કોન્ટ્રાકટરને હેલ્પરે...
સુરત: સુરત શહેરમાં આજે ઉત્સાહભેર ગણેશ વિસર્જન યાત્રા શરૂ થઈ હતી. જોકે, શહેરના છેવાડે ડુમસના દરિયા કિનારે અલગ દ્રશ્યો જોવા મળ્યા હતા....
નવી દિલ્હી: એશિયન ગેમ્સ 2023માં (Asian Games 2023) ભારતીય (India) શૂટર્સ સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે અને મેડલ (Medals) જીતી રહ્યા...
સુરત: સુરત શહેરમાં આ વર્ષે ગણેશ વિસર્જન યાત્રામાં પરંપરાથી અલગ ટ્રેન્ડ જોવા મળ્યા હતા. કોટ વિસ્તારમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે કેટલાંક...
સુરતઃ તળ સુરતમાં ગણેશ વિસર્જનનો ટ્રેન્ડ બદલાયો,ઘણા ગણેશ આયોજકોએ મળસ્કેથી જ મોટી પ્રતિમાઓનું વિસર્જન કર્યું, વર્ષો પહેલાં આનંદ ચૌદશના બીજા દિવસે સવાર...
સુરત: સહી આપો નહિતર લોહી નહિ ચઢાવીએ કહી દર્દીના સગાઓને બ્લેક મેઈલ કરાતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સુરત સિવિલ હોસ્પિટલમાંથી (Civil Hospital) બહાર...
સુરત: સુરત (Surat) પાંડેસરાના (Pandesara) હરીઓમ નગરથી એક ચેંકાવનારી ઘટની સામે આવી છે. માનસિક બીમાર (Mentally Unstable) ભાઈ ઘરમાં અર્ધ નગ્ન થઈ...
સુરતઃ આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી પરંતુ વિસર્જન યાત્રામાં મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યાં એક તરફ ઊંચી પ્રતિમાઓનું સ્થાપન...
દર વરસે પુષ્કળ વરસાદ પડે છે, નદી ના ડેમ ભરાય છે, પરંતુ શિયાળો પૂરો થતાં પાણી ની બૂમો પડે છે. હવે ડેમ...
લગભગ દોઢેક મહિના પહેલાં જ પૂરા થયેલ સંસદસત્ર પછી થોડા સમયમાં જ એક અઠવાડિયા માટે બોલાવેલ સત્રના એજન્ડાની વિધિવત્ જાહેરાત કર્યા વિના...
થોડા દિવસો પહેલાં નર્મદા નદીએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને અંકલેશ્વર, ભરૂચ અને નર્મદાના કાંઠા વિસ્તારનાં ગામોમાં તારાજી સર્જાઈ. વર્ષ ૨૦૦૬...
સુરત: સુરતમાં (Surat) ડોગ બાઇટના (Dog Bite) અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં હવે ઓલપાડથી (Olpad) વધુ એક નવો કિસ્સો સામે...
સુરતઃ આજે અનંત ચૌદશના રોજ મળસ્કેથી જ સુરત શહેરમાં વિસર્જન યાત્રાનો આરંભ થઈ ગયો હતો. ખાસ કરીને કોટ વિસ્તારમાં સ્થાપિત મોટી પ્રતિમાઓ...
એક દિવસ ઋતુ પોતાના નાનાને યાદ કરી રહી હતી. જીવનના અનુભવી, હોશિયાર નાના ઋતુના પ્રેરણાસ્રોત હતા.હમણાં જ તેમણે વર્ષ પહેલાં વિદાય લીધી...
સુરત: (Surat) ઇચ્છાપોર સર્કલ નજીક વધુ એક યુવાનને અજાણ્યા વાહનનો ચાલક કચડીને (Accident) ભાગી જતા પરિવાર ચિધાર આંસુએ રડવા મજબુર બન્યું છે....
‘‘એ જુગજુગ જૂનો જોગી છે, શ્રુતિજૂનો સિદ્ધ છે, પુરાણપ્રસિદ્ધ પ્રભુ છે, વિશ્વકર્તા વિભુની વિરાજતી વિશ્વવંદ્ય વિભૂતિ છે. આયુર્વેદની અનંત ઔષધિઓનો તે અખૂટ...
સુરત: સુરત શહેરમાં વર્ષોમાં પહેલીવાર આ વખતે મધ્ય રાત્રિથી જ બાપ્પાની વિસર્જન યાત્રા શરૂ થઈ ગઈ હતી. શહેરના ભાગળ રોડ, રાજમાર્ગ સહિતની...
સુરત: પાંડેસરામાં (Pandesara) ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi) દિવસે દેવાધિદેવ ગણપતિ બાપ્પણી પ્રતિમા લઈને આવતી વખતે ઇલેક્ટ્રિક વાયર ને અડી જતા આઇસર ટેમ્પામાંથી...
સંસદનું હાસ્યાસ્પદ નીવડેલું ખાસ અધિવેશન શા માટે બોલાવવામાં આવ્યું હતું એ રહસ્ય છે. મહિલાઓને ૩૩ ટકા અનામત બેઠકો તો ૧૫ વરસ પછી...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
બીલીમોરા: (Bilimora) દશ દિવસ અગાઉ ગણેશ ચતુર્થીએ બાપાની સ્થાપના બાદ ગુરુવારે અનંત ચતુર્દશીએ ગણેશ ઉત્સવના (Ganesh Utsav) સમાપન સાથે બાપ્પા ને સલામત, શાંતિપૂર્ણ, એકતામય માહોલ માં વિદાય અપાઇ હતી.
ગુરુવારે વહેલી સવારથી યજ્ઞ, હોમ, હવન, પૂજા, આરતી અને મહાપ્રસાદ બાદ વિસર્જન યાત્રાઓ શરૂ કરાઇ હતી. ‘ગણપતિ અપને ગાંવ ચલે’ જેવા ધાર્મિક ગીતોની સુરાવલી સાથે ઢોલ નગારા અને અબીલ ગુલાલની છોળો સાથે ભક્તો મન મૂકીને ઝુમ્યા હતા.બીલીમોરા કાવેરી, અંબિકા અને બંદર ઓવારે ૩૫૦ થી વધુ વિસર્જન શોભાયાત્રાઓ પહોંચી હતી. જ્યાં પૂજન, આરતી, બાદ ‘ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુ જલ્દી આ’ અને ‘પુઢચ્યાં વર્ષી લવકર યા’ના નાદ સાથે દૂંદાળા દેવને અશ્રુભીંની વિદાય અપાઇ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં તળાવ, જળાશયોમાં ગણપતિ બાપ્પા મોરીયાના નાદ સાથે નીકળેલી વિસર્જનયાત્રા યાદગાર રહી હતી.
નાની મોટી અનેક પ્રતિમા સાથે વિવિધ મંડળો એ રાજમાર્ગો પર વાજતેગાજતે આકર્ષણ જમાવ્યું હતું. જે બાદ બાપ્પા ને ભાવભીંની વિદાય અપાઈ હતી.નગરપાલિકા સાથે બીલીમોરા અને ધોલાઈ મરીન પોલીસે વિસર્જનયાત્રા નો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. વિસર્જન સ્થળે મોટી પ્રતિમાઓ ને માટે વિશેષ ક્રેન સાથે તરવૈયાઓ ની વ્યવસ્થા કરાઈ હતી. મોડી સાંજ સુધી ચાલેલી વિસર્જન પ્રક્રિયાના કારણે બંદર ઉપર ફોકસ લાઈટની પણ વ્યવસ્થા કરાઈ હતી. સમગ્ર વિસર્જન પ્રક્રિયા દરમિયાન કોઈ પણ અપ્રિય ઘટના બનવા ન પામતા ખૂબ શાંતિ થી પર્વ પસાર થતા વહીવટી તંત્ર સાથે પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
ગિરિમથક સાપુતારા,આહવા,વઘઇ અને સુબિર ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન
સાપુતારા : ડાંગ જિલ્લાના પણ આહવા, સુબીર અને વઘઈ તથા સાપુતારા પંથકમાં ઠેર ઠેર ગણેશ મંડળો દ્વારા ભગવાન ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. અને દસ દિવસ સુધી વિઘ્નહર્તા ગણેશજીની સવાર સાંજ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને લાડુનો ભોગ ધરાવવામાં આવતો હતો. ત્યારે હવે અનંત ચૌદસના રોજ ડાંગ જિલ્લામાં ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધામધૂમથી શોભાયાત્રાઓ ડીજેના તાલે નીકળી હતી.
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,આહવા,વઘઇ અને સુબિર પોલીસ મથક હદ વિસ્તારમાં ડાંગ એસ.પી યશપાલ જગાણિયાનાં માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિધિપૂર્વક નદી,નાળા તથા કૃત્રિમ તળાવોમાં ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યુ હતું. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ભક્તોએ શ્રીજીની પ્રતિમાનાં વિસર્જન વેળાએ ગણપતિ બાપ્પા મોરયા પુડલે વરસી લવકર યાનાં નાદો સાથે બાપ્પાની મૂર્તિનું વિસર્જન કર્યુ હતું.