SURAT

ગણેશ ચતુર્થીના દિવસે આઇસર ટેમ્પોમાંથી પટકાયેલા યુવકનું વિસર્જનના દિવસે જ મૃત્યુ

સુરત: પાંડેસરામાં (Pandesara) ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi) દિવસે દેવાધિદેવ ગણપતિ બાપ્પણી પ્રતિમા લઈને આવતી વખતે ઇલેક્ટ્રિક વાયર ને અડી જતા આઇસર ટેમ્પામાંથી નીચે પટકાયેલા યુવકનું 10 દિવસની સારવાર બાદ મોત (Death) નીપજ્યું હતું. પરિવારે કહ્યું હતું કે લગ્ન ને હજી 6 વર્ષ જ થયા હતા. 5 વર્ષની દીકરી છે, ટીન્કુના મોતને લઈ પરિવાર આઘાતમાં સરી પડ્યું છે.

  • ગણેશ ચતુર્થીના દિવસે ઇલેક્ટ્રિક વાયરને અડી જતા આઇસર ટેમ્પામાંથી નીચે પટકાયેલો હતો
  • વિસર્જનના દિવસે 10 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું

બંટી (મોટાભાઈ) એ જણાવ્યું હતું કે ઘટના 17 મી ના રોજ બની હતી. ટીનકુ જાતક કાશીનગરના ગણેશ મંડળના ગણપતિ લઈને પરત ફરી રહ્યો હતો. ત્યારે ઘર નજીક આઇસર ટેમ્પા ઉપરથી પસાર થતા ઇલેક્ટ્રિક વાયરને અડી જતા ટીનકુ ટેમ્પા પરથી નીચે પટકાયો હતો. માથામાં ગંભીર ઇજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે સિવિલમાં દાખલ કરાયો હતો. જેનું આજે વિસર્જનના રોજ મૃત્યુ થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

વધુમાં જણાવ્યું હતું કે ટીનકુ બીજા 3 ભાઈ અને માતા-પિતા સાથે રહેતો હતો. મૂળ યુપીનો રહેવાસી ટીનકુ વેલ્ડીંગ કામ કરી આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ટીનકુના લગ્ન ન 6 વર્ષ થઈ ગયા છે. અને 5 વર્ષની દીકરી છે. પત્ની અને દીકરીની આ દુઃખદ સમાચાર સાંભળ્યા બાદ આઘાતમાં સરી ગયા છે.

છાતીમાં દુ:ખાવા બાદ સુરત સિવિલમાં સારવાર માટે પહોંચેલો યુવક ટ્રોમા સેન્ટરની બહાર જ ઢળી પડ્યો
સુરત (Surat) : ભટારના એક યુવકનું છાતીમાં દુ:ખાવા (Chest Pain) બાદ અચાનક મોત (Death) નિપજવાની ચોંકાવનારી ઘટના બની છે. નવી સિવિલ હોસ્પિટલમાં (NewCivilHospital) સારવાર માટે પહોંચેલો યુવક જમીન પર ઢળી પડયા બાદ મોતને ભેટતા છે. યુવકનું હાર્ટ એટેકથી (Heart Attack) મોત થયું હોવાની આશંકા તબીબો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બર્થ-ડે ના બીજા જ દિવસે છાતીમાં સામાન્ય દુ:ખાવા બાદ મોતને ભેટેલા યુવકને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

Most Popular

To Top