SURAT

ગણેશ વિસર્જનથી પાછા ફરતા ઇચ્છાપોર સર્કલ નજીક HIT & RUN માં યુવક કચડાયો, જ્યારે સાથીમિત્ર ઘવાયો

સુરત: (Surat) ઇચ્છાપોર સર્કલ નજીક વધુ એક યુવાનને અજાણ્યા વાહનનો ચાલક કચડીને (Accident) ભાગી જતા પરિવાર ચિધાર આંસુએ રડવા મજબુર બન્યું છે. 22 વર્ષીય મયુર મિત્ર સાથે હજીરા ગામના ગણપતિ મહોત્સવમાં ભાગ લઈ ઘરે પરત ફરતા અજાણ્યા વાહનનો ભોગ (Death) બન્યો હતો. મામા એ કહ્યું હતું કે પાછળ બેસેલો રાહુલ નામનો યુવક વાહનની અડફેટે બાદ રોડ બાજુ એ ફેંકાય જતા બચી ગયો હતો. જોકે એને પણ ગંભીર ઇજા થઇ છે. મયુર પિતાના અવસાન બાદ ઘરનો આર્થિક સ્તંભ હતો.

  • હજીરા ગણેશ મહોત્સવમાં ભાગ લઈ પરત ફરતા અકસ્માત નડ્યો
  • જ્યારે અજાણ્યા વાહન ચાલક ફરાર
  • મૃત્યુ પામનાર મયુર પિતાના અવસાન બાદ ઘરનો આર્થિક સ્તંભ હતો

પરિવારે જણાવ્યું હતું કે મયુર જગદીશ રાઠોડ ઉ.વ.22 નો હતો અને ઘાસતીપુરા વરિયાળી બજારમાં મોટાભાઈ, બહેન અને વિધવા માતા સાથે રહેતો હતો. ડાયમંડ કંપનીમાં ઓફીસ કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. બુધવારની રાત્રે બાઇક ઉપર મિત્ર રાહુલ સાથે હજીરા રોડ ઉપર ગણેશ મહોત્સવમાં ગયો હતો. પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે ઘટના રાત્રી ના 1 વાગે બની હતી. ઘટનાની જાણ રાત્રે 1:30 વાગે કરવામાં આવી હતી. અકસ્માત બાદ અજાણ્યા વાહન ચાલક ભાગી ગયો હતો. આ દુર્ઘટનામાં મિત્ર રાહુલ રોડ બાજુએથી ઇજગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે મયુર નું મોઢું અને છાતી કચડાય ગયેલી હાલતમાં મળી આવ્યા હતા. હાલ પોલીસ આગળની તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બાઇક સ્લીપ ખાય ગયા બાદ મયુર અજાણ્યા વાહનની નીચે આવી જતા કચડાય ગયો હતો. જોકે હાલ તપાસનો વિષય બન્યો છે.

Most Popular

To Top