SURAT

સ્ટેટ વિઝીલન્સના ભેળસેળ યુક્ત ડીઝલના ઉત્પાદકને ત્યાં દરોડા, 91.23 લાખનું ડીઝલ પકડાયું

સુરત: સુરત(SURAT) ઉતરાણ જીઆઈડીસી(GIDC) અને સચિન રોડ નંબર 8 ઉપર આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી સ્ટેટ વિજિલન્સ વિભાગે ભેળસેળ યુક્ત 91.23 લાખની કિંમતનો 1,30,330 લીટર ડિઝલનો(DIESEL) જથ્થો ઝડપી પાડ્યો હતો. એટલું જ નહીં પણ પોલીસે 23 હજારની કિંમતના 4 મોબાઇલ ફોન પણ કબજે કર્યા હતા અને અનેક ગોરખ ધંધાદારીઓના નામ બહાર આવવાની શક્યતાઓ દેખાય રહી છે. હાલ 3 વાહનો મળી પોલીસે 1.23 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને 4 આરોપીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

  • સ્ટેટ વિજિલન્સ વિભાગે ભેળસેળ યુક્ત 91.23 લાખની કિંમતનો 1,30,330 લીટર ડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો
  • પોલીસે 23 હજારની કિંમતના 4 મોબાઇલ ફોન પણ કબજે કર્યા હતા

ઉતરાણ પોલીસે જણાવ્યું હતું કે, દરોડા સ્ટેટ વિજિલન્સ વિભાગ(STATE VIGILANCE DEPARTMENT)એ પાડ્યા હતા. સચિન જીઆઈડીસી(GIDC)ની પાયલ ઈન્ડસ્ટ્રીઝ, પ્લોટ નંબર 835/1 અને 3 વાહન પણ કબજે લેવાયા છે. કુલ 10 આરોપી પૈકી 4 ની ધરપકડ કરાઈ છે. હિતેશ પ્રવિણભાઈ કોલડિયા (રહે રોયલ A1 એપાર્ટમેન્ટ A 901 યોગીચોક સુરત, ભેળસેળયુક્ત ડીઝલની વેચાણ પ્રક્રિયાના સંચાલક), રવિ રાજમણિ મિશ્રા (રહે ખોડીયાળ પાર્કિંગ ગેરેજ વેલેટ પાટિયા સરથાણા(કામદાર), નાજીભાઈ દાદુભાઈ મેત્રા (રહે પિયાવાવ તા. સાવરકુંડલા અમરેલી ડ્રાઇવર), મહેશ રાજાભાઈ ગોયાની (રહે 99, જલદર્શન સોસાયટી સીમાડાનાકા) ની પૂછપરછ ચાલી રહી છે.

જ્યારે અલ્પેશભાઈ બાબુભાઈ પટેલ અને લલિત બાબુભાઈ પટેલ સરથાણા (જથ્થાબંધ ભેળસેળવાળા ડીઝલના મુખ્ય વેપારી, ડોંડા, સરનામું રીવેરા હાઇટ તાપી બેંક પાસે, મોટો વરાછા), સંજય માધુભાઈ તવૈયા (રહે શગુન રેસીડેન્સી યોગી ચોક પુનાગામ સુરત, ભેળસેળયુક્ત ડીઝલના ઉત્પાદક), રુક્કડ રબારી, (રહે કતારગામ મૂળ સરનામું કાત્રોડી તળાજા રોડ ભાવનગર, ટ્રાવેલ્સ માલિક), જીતુભાઈ દેવેજભાઈ ખીસીયાની હાલ શોધખોળ ચાલી રહી છે. હાલ ઉતરાણ પોલીસે કુલ 1,20,21,360 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ IPC 285,286,120(b),114 અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 3,7,8,10 અને વિસ્ફોટક અધિનિયમ 9(b) 1(b) ગુનો નોંધી આગળ ની તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top