પદમલા નેશનલ હાઈવે ઉપર અકસ્માત, 2ને ઈજા

        વડોદરા; વડોદરા શહેર નજીક આવેલા પદમલા હાઈવે ઉપર ટેન્કર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વડોદરા તરફથી નંદેસરી જઈ રહેલી ટેન્કરે કાબુ ગુમાવતા સાથે ચાલી રહેલા આઈસર ટેમ્પોને અડફેટે લીધો હતો.ટેન્કરની અડફેટે આવેલા આઈસર પલ્ટી ખાઈ જઈ સર્વિસ રોડ પર પડી હતી.ટેન્કર ચાલક ડિવાઈડર સાથે અથડાયો હતો.ટેન્કરનો કેબિનના ભાગનું કચ્ચરઘાણ થઈ ગયું હતું.

પદમલા નેશનલ હાઈવે ઉપર અકસ્માત, 2ને ઈજા

વડોદરા ગુડ્સ ટ્રાન્સપોર્ટની ટેન્કર નંદેસરી એસ્ટેટમાં મટીરીયલ ભરવા જઈ રહી હતી.તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જોકે મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી અને બંન્ને વાહનચાલકોને નાની મોટી ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા.અકસ્માત થયેલ ટેન્કરમાં દેશી દારૂની પોટલી દેખાઈ આવી હતી. સાથે સ્થાનિકોના જણાવ્યાનુસાર ટેન્કર ચાલક બેફામ ટેન્કર હાંકી રહ્યો હતો.બનાવ અંગે નંદેસરી પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

Related Posts