National

‘પચપન કા પ્યાર!’ સેન્સેક્સ 55000ને પાર

સેન્સેક્સ આજે પહેલી વાર 55000ને પાર થયો હતો. ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 55000 પોઇન્ટની સપાટી કૂદાવી દીધી હતી અને નવી ઓલટાઇમ હાઇ બનાવીને બંધ રહ્યો હતો. આજે સેન્સેક્સ 593.31 પોઇન્ટ એટલે કે 1.08 ટકા ઉછળીને 55437.29 પોઇન્ટનો મજબૂત બંધ રહ્યો હતો. ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 55487.79 પોઇન્ટની સપાટી કૂદાવી હતી, જ્યારે નીચામાં 54905 પોઇન્ટ સુધી ઘટયો હતો. નિફ્ટી 164.70 પોઇન્ટ એટલે કે 1.01 ટકા ઉછળીને 16500 પોઇન્ટની સપાટી કૂદાવીને 16529.10 પોઇન્ટની મજબૂત બંધ રહી હતી.

આજે ઇન્ટ્રાડેમાં નિફ્ટી 16543.60 પોઇન્ટ સુધી ઉછળી હતી, જ્યારે નીચામાં 16376.30 પોઇન્ટ સુધી ઘટી હતી. બેન્ક નિફ્ટીએ પણ 36000 પોઇન્ટની સપાટી કૂદાવીને બંધ રહી હતી. આજે બેન્ક નિફ્ટી 232.30 પોઇન્ટ એટલે કે 0.65 ટકા વધીને 36169.35 પોઇન્ટના બંધ રહ્યા હતા.

ભારતીય શેરબજારમાં આજે લાર્જકેપ શેરોમાં ચારેકોરથી લેવાલી નીકળતાં સેન્સેકસ અને નિફ્ટી ઓલટાઇમ હાઇ પર બોલાયા છે. જોકે, બોર્ડર માર્કેટમાં નવી લેવાલીનો અભાવ રહ્યો હતો અને સપાટ બંધ રહ્યા હતા. નિફ્ટી મિડકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી અને લાલ નિશાનમાં બંધ રહ્યા હતા.

વૈશ્વિક મિશ્ર સંકેતો રહેવા છતાં જુલાઇના છુટક મોંઘવારીના દર જાહેર થયા છે, જે આંકડાઓએ રોકાણકારોમાં જોશ ભરી દીધો હતો. બજારને આશાવાદ છે કે નીચી મોંઘવારી દર આરબીઆઇને પોતાના નીચા દરો રાખવામાં મદદરૂપ રહેશે, અને નાણાં નીતિઓ પણ નરમ રહેશે. જુલાઇમાં સીપીઆઇ દર 5.59 ટકા પર રહ્યો છે, જે આરબીઆઇના ચારમાં બે પોઇન્ટની વધઘટની અંદર છે. મોંઘવારી દરમાં ઘટાડો થવાથી ખાવા-પીવાની ચીજવસ્તુઓની કિંમતોમાં ઘટાડો આવશે.

સેન્સેક્સને 50000 પોઇન્ટથી 55000 પોઇન્ટ સુધીના સફર કરવા માટે સાત મહિનાનો સમય લાગ્યો છે. આ સમયગાળામાં સૌથી વધુ મેટલ ઇન્ડેક્સ ઉછળ્યો છે. જે 75 ટકા જેટલો ઉછળ્યો હતો. આ ઉપરાંત, બીએસઇ 500 પૈકી 31 શેરોએ બમણાં ભાવ થઇ ગયા છે.
21મી જાન્યુઆરી, 2021ના રોજ સેન્સેક્સ 50000 પોઇન્ટની સપાટી કૂદાવી હતી, જેના સાત મહિના બાદ એટલે કે આજે 13મી ઓગસ્ટે 55000 પોઇન્ટની સપાટી કૂદાવી છે. નોંધનીય છે કે, 50000થી 51000 પોઇન્ટની સપાટી વટાવતા 10 ટ્રેડિંગ સેન્સન્સ ત્યારબાદ 52000 માટે છ ટ્રેડિંગ સેસન્સ થયા હતા. જ્યારે 52000થી 53000 માટે 85 ટ્રેડિંગ સેસન્સનો મસય લાગ્યો હતો, ત્યારબાદ 30 સેસન્સ એટલે કે 4થી ઓગસ્ટે 54000 પોઇન્ટની સપાટી કૂદાવી હતી ને 13મી ઓગસ્ટે 55000ના સ્તરને કુદાવી દીધું છે.

સેન્સેક્સના 50000થી 55000 પોઇન્ટની આ સફરમાં બીએસઇ 500ના 31 શેરોના ભાવો બમણાં થઇ ગયા છે. જેમાં હેપીએસ્ટ માઇન્ડ, જેએસડબલ્યુ એનર્જી અને બાલાજી એમીનીઝ 207થી 281 ટકા ઉછળ્યા છે. જ્યારે સૌથી વધુ મેટલ ઇન્ડેક્સ 75 ટકા ઉછળ્યો છે. જ્યારે બીએસઇ મટીરીયલ્સ 58 ટકા, યુટીલીટીઝ 35 ટકા, ઇન્ડસ્ટ્રીયલ્સ 28 ટકા, પાવર 28 ટકા, આઇટી 23 ટકા, રિયલ્ટી 22 ટકા અને ફાર્મા 21 ટકા ઉછળ્યા છે. આ સમયગાળામાં બીએસઇ મિડકેપ 21 ટકા અને સ્મોલકેપ ઇન્ડેકસ 42 ટકા ઉછળ્યા છે. જોકે, હજુય મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજીનો દોર બાકી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તાતા જૂથની અગ્રણી આઇટી કંપની ટીસીએસ આજે ઓલટાઇમ હાઇ પર બોલાયો હતો, જે રૂ. 3479.35નો ઓલટાઇમ હાઇનો ભાવ બોલાયો હતો, જેના લીધે રિલાયન્સ ઇન્ડ.ના માર્કેટ કેપની નજીક પહોંચી ગઇ છે. હાલમાં બીજા નંબરે છે, પરંતુ પ્રથમ નંબરની નજીક પહોંચી ગયો છે. ટીસીએસનું માર્કેટ કેપ રૂ. 13 લાખ કરોડની નજીક પહોંચી ગયો છે. જ્યારે રિલાયન્સનું માર્કેટ કેપ રૂ. 13.53 લાખ કરોડનું છે.
બોર્ડર માર્કેટમાં બાઉન્સ બેક બાદ આજે નવી લેવાલીના અભાવે સપાટ રહ્યા હતા. બીએસઇ મિડકેપ ઇન્ડેકસ અને સ્મોલકેપ ઇન્ડેક્સ સપાટ જોવા મળ્યા હતા.

છેલ્લા એક સપ્તાહથી આઇટી શેરોમાં તેજી જોવા મળી રહી છે. જેમાં ટીસીએસની આગેવાની જોવા મળી હતી. આજે નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 1.35 ટકા ઉછળ્યો છે. જે છેલ્લા એક મહિનામાં 11 ટકા ઉછળ્યો છે. જે છેલ્લા એક વર્ષમાં 80 ટકા ઉછળ્યો છે. જેની સામે નિફ્ટી 46.27 ટકા વધી છે.આજે શેરબજારોમાં નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં તાતા કન્ઝયુમર, ટીસીએસ, લાર્સન, ભારતી એરટેલ તથા એચસીએલ ટેકનોનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લુસર્સમાં આઇશર મોટર, ડો. રેડ્ડીઝ, સીપલા, પાવરગ્રીડ અને બ્રિટાનીયાનો સમાવેશ થાય છે.

Most Popular

To Top