રાધિકા મદાન માટે ખૂલ્લું મેદાન

ફિલ્મી કુટુંબના સંતાનોને ફિલ્મોમાં ખૂબ કામ મળે છે એવું કહેનારાઓએ વિત્યા 5-7 વર્ષમાં બીન ફિલ્મી કુટુંબમાંથી આવેલા કલાકારો જુઓ તો પેલા ફિલ્મી કુટુંબમાંથી આવ્યા હોય તેનાથી પણ વધારે છે. એવા કલાકારો સ્ટારડમ પણ પામે છે. ચાહે રણવીર સીંઘ હોય, વિકી કૌશલ હોય, દિપીકા પાદુકોણ હોય કે કેટરીના કૈફ હોય. આ તો વધારે જાણીતા નામ છે, બાકી અહીં બીજા નામોનો ઢગલો કરી શકાય. એ ઢગલામાં તમને રાધિકા મદાન પણ મળશે જે હવે સારી પોઝીશન મેળવી ચૂકી છે. ‘મેરી આશિકી તુમસે હી’ ટી.વી. સિરીયલમાં તે જે ઈશાની વાઘેલા હતી તેને ભૂલી જાઓ કારણકે ફિલ્મમાં આવ્યા પછી તે સતત પોતાને ટોપ પર લઈ જઈ રહી છે. ‘પટાખા’ તેની પહેલી ફિલ્મ હતી ને ઘણીવાર નવો ખેલાડી પહેલી મેચમાં ઝીરો પર આઉટ થઈ જાય એવું થયેલું પણ ‘અંગ્રેજી મિડીયમ’માં તેણે બાજી સુધારી લીધેલી. આજે તેની પાસે ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’, ‘કૂત્તે’, ‘દેશી-વિદેશી’ અને ‘ગો ગોવા ગોન-2’ જેવી ફિલ્મો છે.

રાધિકાએ 2021નું વર્ષ ‘રે’ અને ‘ફીલ્સ લાઈફ ઈશ્ક’ જેવી બે વેબસિરીઝથી પૂરું કર્યું. તેની ‘શિદ્દત’ફિલ્મ તો જોકે ડીઝની હોટસ્ટાર પર રજૂ થયેલી એટલે ફિલ્મો બાબતે સારું વર્ષ ન ગણાવી શકે પણ એ દરમ્યાન તે ચાર-પાંચ ફિલ્મો મેળવી શકે તે તો મોટી વાત કહેવાય ને! અત્યારે વેબસિરીઝનો સમય છે ત્યારે પ્રેક્ષકો વચ્ચે ત્યાં પણ હાજર રહેવામાં શાણપણ છે. ‘રે’ એક ગંભીર વિષય સાથેની તો ‘ફીલ્સ લાઈક ઈશ્ક’ એકદમ કમર્શીઅલ પ્રોજેક્ટ હતો. પણ ‘રે’ ની દિવ્યાદીદી સોશ્યલ મિડીયામાં ફિનોમીનન બની ગઈ તે પણ નોંધવું પડે. એક અપકમિંગ એકટ્રેસ માટે આ બાબત ખાસ બની જતી હોય છે.

બાકી, રાધિકાએ ‘લૈલા મજનું’, ‘કેદી બેન્ડ’, ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર-2’ જેવી ફિલ્મો માટે ઓડીશન આપ્યા હતા. અને સિલેક્ટ નહોતી થઈ પણ ત્યારથી તે સમજી ગઈ કે પોતાનામાં શું ખામી છે. એ પછી ‘પટાખા’નું ઓડીશન આપ્યુ અને તરત વાત બદલાઈ ગઈ. ઘણીવાર ફિલ્મનો વિષય અને પાત્ર એક્ટર માટે મેળ પડે એ મન હોય ત્યારે ગરબડ થતી હોય છે. એક વાર નામ થાય, અભિનયની શૈલી પકડાઈ જાય પછી વાંધો ન આવે. એ દિવસોમાં રાધિકા મદાન રોજ ફિલ્મો જોતી કારણ કે ફિલ્મની અભિનયને ફિલ્મથી જ શીખી શકાય. હવે તે ‘કુત્તે’માં કામ કરી રહી છે જેમાં તબુ, નસીરુદ્દીન શાહ છે. વિશાલ ભારદ્વાજ તેની પર આજે પણ વિશ્વાસ મુકે છે અને તેમની જ આ ફિલ્મ છે. ‘દેશી વિદેશી’માં તેનો હીરો સિધ્ધાંત ચતુર્વેદી છે. ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’માં હુમા કુરેશી અને રાજકુમાર રાવ છે. ‘ગો ગોવા ગોન-2’મા સૈફ અલી ખાન અને કુણાલ ખેમુ છે. રાધિકાને લાગી રહ્યું છે કે તેને જે મધુબનની આશા હતી તેમાં તે પહોંચી ગઈ છે. પરંતુ ફિલ્મોમાં સ્ટ્રગલ ક્યારેય પુરી નથી થતી. હા, હવે તે ટી.વી. સિરીયલોથી દૂર છે. ફિલ્મો પર જ ધ્યાન કેન્દ્રમાં રાખવું તેને અત્યારે ઠીક લાગે છે.

Most Popular

To Top