Charchapatra

આઝાદીના અમૃત મહોત્સવના અવસરે

લાખો ક્રાંતિવીરો અને સ્વતંત્રતા સેનાનીઓના રકતની નદીઓ વહી છે ત્યારે આ તિરંગો આજે ગૌરવથી ગગનમાં ફરકી રહ્યો છે. તેના માનમાં આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. એક ગરીબ સ્ત્રીને અડધી ઉઘાડી જોતાં વેંત પૂજય ગાંધી બાપુના હૃદયમાં કરુણા પ્રગટ એન્ડ રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી? બાપુ આજીવન ટૂંકી પોતડીમાં જીવ્યા. ગાંધીજીએ ગુલામીના શ્રીફળનો ત્રીજો ઘા હતા. તેમના જન્મ પહેલાં 1857 માં સ્વતંત્ર સંગ્રામના વીરોનો પણ આઝાદી પર એટલો જ હક્ક બને છે. વ્યકિતવાદી, પ્રદેશવાદી, ભાષાવાદી કે કોમવાદી બનવા કરતાં સાચા અર્થમાં રાષ્ટ્રવાદી બનીએ તો જ આ અમૃત મહોત્સવની ઉજવણી સાર્થક થાય.

આજે યુવાનો ડ્રગ્સની પડીકી માટે તરફડી મરી રહ્યા છે. વ્યસન અને અય્યાશી માટે આઝાદી મળી છે. પોતાની કલમનો આજીવન રાષ્ટ્ર માટે ઉપયોગ કરી લાલા ને શ્યામજી વર્મા મોતને ભેટયા શું લાલાએ સન્ડર્સ લાઠીઓ એટલે ખાધી હશે કે આઝાદ ભારતના યુવાનો સાથે પણ મીડિયાના એકાઉન્ટ પરથી ગમે તેને ગમે તેમ પોસ્ટની લાઠી ઉગામી શકે? આજે કેટલાક ઓવર બુધ્ધિજીવીઓ બ્રિટિશરો કરતાં વધારે ખતરનાક રીતે દેશના અંદરથી ભાગલા પાડી રહ્યા છે. મહાન માણસો મરી જાય પછી પણ તેનો પીછો આપણે નથી છોડતા એટલે જ તેઓ મહાન કહેવાતા હશે? આપણે તેમના નામ પર અંદરોઅંદર લડવાનું બંધ કરીએ તો સારું. અમે ખાદીવાળા તમે બંદૂકવાળા? રાષ્ટ્ર માટે ફના થનારા કોઇ પણ વ્યકિતની સરખામણી ના થાય. આઝાદી માટે શહીદ થનારાનું કમ્પેરિઝન ભલા થાય? રાષ્ટ્ર માટે કફન બાંધેલા દરેક વ્યકિતનું એક સરખું સન્માન થાય. રાષ્ટ્રને વફાદાર રહેવા માટે આપણે કોઇ યોજનાના મહોતાજ નથી. એ આપણું અભિમાન નહીં સ્વભાવ બનવો જોઇએ.
ગંગાધરા -જમિયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top