Gujarat

વેરાવળમાં ભાજપના જિલ્લા પ્રમુખની હાજરીમાં મેરેથોન દોડ યોજાય: કોરોનાની ગાઈડલાઈન્સના ધજાગરા ઉડ્યા


ગીર-સોમનાથ : રાજ્યમાં કોરોના (corona) અને ઓમિક્રોનના (omicron) કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ નિયમો બનાવનારા જ નિયમોનો ભંગ કરી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેર (third wave of corona) વચ્ચે વેરાવળમાં (Veraval) ભારત વિકાસ પરિસદ(Bharat Vikas Parishad) દ્વારા મેરેથોન દોડનું (Marathon race) આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોનમાં હજારો સ્પર્ધકો અને નાગરિકોએ ભાગ લીધો હતો. મેરેથોનને લીલી ઝંડી સાંસદ રાજેશ ચૂડાસમા, (Rajesh Chudasama) જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, (District BJP President Mansingh Parmar) નગરપાલિકા પ્રમુખ પીયૂષ ફોફંડી (Piyush Fofandi) સહિતના રાજકીય પદાધિકારીઓએ આપી હતી. કોરોનાની ગાઈડલાઈન (corona guidelines) ભંગ કરવા બદલ મેરેથોનના આયોજક સંસ્થા ભારત વિકાસ પરિષદના કલ્પેશ શાહ (Kalpesh Shah) વિરૂદ્ધ ગુનો દાખલ કગવામાં આવ્યો છે.

મેરેથોન દોડમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

વેરાવળમાં મેરેથોન દોડ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકો અને નાગરિકોએ ભાગ લીધો હતો. જેમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાની હાજરીમાં સરકાર દ્વારા આપવામાં આવેલા કોવિડ નિયમોના ધજાગરા ઉડ્યા હતા. જેમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ વિના મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભાજપના જ જવાબદાર પદાધિકારી-નેતાઓએ નિયમોનું ઉલ્લંઘ કરે છે ? તેવા ઘણાં પ્રશ્નો પ્રજાના મનમાં ઉદ્બવ્યા હતા.

આયોજકો સામે કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ

મેરેથોન દોડમાં એક હજારથી વધુ લોકો જોડાયેલાં હતા. જેમાં બાળકો અને યુવાનોમાંથી મોટા ભાગના લોકોએ માસ્ક પહેર્યાં નહોતાં. આવી પરિસ્થિતિમાં ગીર સોમનાથના કલેક્ટર આર.જી. ગોહિલે મેરેથોનની મંજૂરી જ કેમ આપી? બેજવાબદાર તંત્ર અને આયોજકો સામે કોવિડના નિયમોનો ભંગ કરવા અંગે કાર્યવાહી કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર મુક પ્રેક્ષકની ભૂમિકામાં રહેતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ જોતા મેરેથોનના આયોજકો સામે કોરોનાના નિયમો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Most Popular

To Top