Charchapatra

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે

તા.૨૨ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે.તે નિમિત્તે થોડી માહિતી અશ્વિનભાઈ કામદારના લેખમાંથી ઉપલબ્ધ થઈ છે તેના પર એક નજર કરીએ.    આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ ગણત્રી સાથે ક્રમશઃ મુકવામાં આવ્યાં છે. અન્ય વિદેશી ભાષાની વર્ણમાળામાં આવો વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ જડતો નથી. ઉ.હ. જુઓ:
ક ખ ગ ઘ ઙ – આ પાંચના સમુહને કંઠવ્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે કંઠમાંથી ધ્વનિ નીકળે છે. ઉચ્ચાર કરી જુઓ.
ચ છ જ ઝ ઞ – આ પાંચેય તાલવ્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગશે. ઉચ્ચાર કરી જુઓ.
ટ ઠ ડ ઢ ણ – આ પાંચેય મૂર્ધન્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ મૂર્ધાને લાગશે. ઉચ્ચાર કરી જુઓ.
ત થ દ ધ ન – આ પાંચના સમુહને દંતવ્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ દાંતને અડે છે. પ્રયત્ન કરી જુઓ.
પ ફ બ ભ મ – આ પાંચના સમુહને ઔષ્ઠવ્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરવા માટે બન્ને હોઠનું મિલન થાય છે. પ્રયત્ન કરી જુઓ.

આટલો વૈજ્ઞાનિક એપ્રોચ છે દુનિયાની અન્ય કોઈપણ ભાષામાં ? આપણે આપણી ભારતીય ભાષા માટે ગૌરવ જરૂર કરીએ પણ સાથોસાથ શા કારણસર એ પણ જાણકારી રાખીએ તથા દુનિયાને જણાવીએ.
આગામી ૨૨ ફેબ્રુઆરીએ  વિશ્વ માતૃભાષા દિન ની ઉજવણી થશે ત્યારે ઉપરોક્ત માહિતી યાદ રાખશો.
માતૃભાષાનો જયજયકાર થજો.
મારી માતૃભાષા નો વૈભવ તો જુઓ,
જતા લોકો ને bye (જાઓ) નહિ…!

આવજો કહીએ છીએ.
સુરત     -સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top