Entertainment

હર હર મહાદેવ…, OMG-2નું બીજું ધમાકેદાર ગીત રિલીઝ થયું, અક્ષય કુમાર શિવતાંડવ કરતા જોવા મળ્યો

મુંબઈ : અક્ષય કુમારની (Akshay Kumar) આવનારી ફિલ્મ ‘OMG 2’નું પહેલું ગીત (song) ‘ઊંચી ઊંચી વાડી’ રિલીઝ થયા બાદ બીજું ગીત હર હર મહાદેવ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં અક્ષય કુમાર કપાળ પર ભસ્મ લગાવીને શિવ તાંડવ (Shiva Tandava) કરતો જોવા મળે છે.

‘OMG 2’ના આ બીજા ગીતમાં અક્ષય કુમારે પોતાને ભોળાનાથના રૂપમાં ઢાળવાનો પ્રયાસ કર્યો છે. આ ગીતમાં અક્ષય કુમાર લાંબા વાળ અને ચહેરા પર રાખ સાથે ખૂબ જ પાવરફુલ લુકમાં જોવા મળે છે. OMG 2ના આ બીજુ ગીત હર હર મહાદેવની શરૂઆતમાં, અક્ષય સિંહાસન પર બેઠો છે અને તેની આસપાસ શિવભક્તોની સેના દેખાય છે. જે બધા ભોલેનાથની ભક્તિમાં ખોવાયાલા હોય છે.

ત્યાર બાદ ગીતમાં આગળ વધતા અક્ષય કુમાર સ્ટેજ પરથી નીચે આવે છે અને શિવ તાંડવ કરવાનું શરૂ કરે છે. આ સાથે ગીતમાં એકટર પંકજ ત્રિપાઠીની પણ એક ઝલક જોવા મળી રહી છે. આ ગીત શેખર અસ્તિત્વ દ્વારા લખવામાં આવ્યું છે. આ ગીત વિક્રમ મોન્ટ્રોઝ દ્વારા ગાવાળું છે.

આ સોંગ સોશિયલ મીડિયા પર ખુબજ વાઈરલ થઈ રહ્યું છે
અક્ષય કુમારનું આ સોંગ રિલીઝ થવાની સાથે જ સોશિયલ મીડિયા પર ખુબજ વાઈરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ અક્ષય કુમારની ખુબજ પ્રશંસા પણ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે નજારો અને તમારો ડાંસ જોઈ રુવાંટા ઉભા થઈ ગયા સર. ત્યારે બિજાએ લખ્યું ‘કેટલું અદ્ભુત ગીત છે. તમારી એનર્જી ગજબ છે, આખા ગીતની ઘુન ખુબજ પસંદ આવી, હવે અમે OMG2ની રાહ જોઈ શકતા નથી.

OMG2ના ટીઝરની દર્શકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી
OMG 2નું ટીઝર તાજેતરમાં જ રિલીઝ થયું હતું. OMG2ના ટીઝરની દર્શકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી. OMG 2 અમિત રાય દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ જોવા મળશે. અક્ષય કુમારની OMG વર્ષ 2012માં આવી હતી. જેમાં અક્ષય કુમાર સાથે પરેશ રાવલ હતા. OMGમાં અક્ષય કુમારે ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. જ્યારે આમાં અક્ષય કુમાર અલગ રુપમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે અરુણ ગોવિલ OMG 2માં ભગવાન રામની ભૂમિકા ભજવતા જોવા મળશે. જેણે રામાનંદ સાગરની રામાયણમાં પણ ભગવાન રામની ભૂમિકા ભજવી હતી.

Most Popular

To Top