Entertainment

ભારતના પ્રથમ ડિજિટલ ટેલેન્ટ હન્ટ શો- OMG ફેસ ઓફ ધ યર સીઝન 2નું ભવ્ય સમાપન

મુંબઈ: બ્લેન્કકાનવાસ મીડિયા દ્વારા આયોજિત ભારતના પ્રથમ ડિજિટલ ટેલેન્ટ હન્ટ શો, OMG ફેસ ઑફ ધ યર સીઝન 2 મનોરંજન અને ગ્લેમરની દુનિયાની હસ્તીઓની હાજરીમાં ગુરુવારે સાંજે ભભકાદાર આયોજન સાથે સમાપ્ત થયો હતો. OMG ફેસ ઓફ ધ યરની બીજી સીઝને માત્ર તમામ રેકોર્ડ તોડી નાખ્યા એટલું જ નહીં પણ ઉભરતી પ્રતિભાઓને તેમની પ્રતિભા અને ચમક દર્શાવવા માટે એક અજોડ પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું. આ માટે ધ રિસોર્ટ ખાતે શાનદાર સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યારે OMG ફેસ ઓફ ધ યર સીઝન 2 ભવ્યતાથી ભરપૂર શો હતો. ભવ્ય સાંજે આનંદ અને હળવાશથી ભરેલી ક્ષણો હતી, જેણે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સ્પર્ધકોએ ગ્લેમર, પ્રતિભા અને મનોરંજનના વાવંટોળમાં તેમની કુશળતા રજૂ કરી ત્યારે તેઓ લાગણીઓના રોલરકોસ્ટરના સાક્ષી પણ બન્યા.

આ શોને સફળ બનાવવા માટે અનેક નામી હસ્તીઓએ યોગદાન આપ્યું હતું અને જૂરી તરીકે પણ સેવા આપી હતી. ખ્યાતનામ અને ફેશન ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની, જાણીતા અભિનેતા આરતી સિંહ, જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટર વિકી સિડાના, કુશળ કોરિયોગ્રાફર સુરેશ મુકુંદ, અતરંગીના મેઘા અગ્રવાલ, બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા મીર સરવર અને ન્યૂઝ ચેનલ આજ તકના અમિત ટીએ પ્રતિભાગીઓને માર્ગદર્શન આપી સ્પર્ધામાં એક નવું અને ઉત્તેજક પરિમાણ ઉમેર્યું હતું. બ્લેન્કકાનવાસ મીડિયાના સ્થાપક અને OMG ફેસ ઓફ ધ યર શો જેમના દિમાગનો આઈડિયા છે એ પરિમલ મહેતાએ જણાવ્યું હતું કે, ‘આ એક અવિસ્મરણીય સાંજ હતી. અમે OMG ફેસ ઓફ ધ યર સીઝન 2 ને પ્રતિભાગીઓ તરફથી મળેલા અદ્ભુત પ્રતિસાદથી ખરેખર રોમાંચિત છીએ.

પરિચય રાઉન્ડના ડિઝાઇનરો રૂહી માર્જારા અને પોર લુઇ તાઓફ હતા, જ્યારે અંતિમ ડિઝાઇનર સ્વેન અને કોમલ સૂદ હતા. રણજીત રોડ્રિક્સ હાઉસ ઓફ NM અને જ્યૂસ રિસોર્ટના વસ્ત્રોના ડિઝાઇનર્સ તરીકે સંકળાયેલા હતા જ્યારે રિયાનાએ જ્વેલરી પાર્ટનરની ભૂમિકાને શણગારી હતી. તેમના ઉત્કૃષ્ટ યોગદાન સાથે સ્ટાઈલિસ્ટ કવિતા ખરાયત, સન્ની કાંબલે અને ઓરેન ઈન્ટરનેશનલ મલાડ ફોર હેર એન્ડ મેકઅપ દ્વારા શોને ચાર ચાંદ લાગી ગયા હતા. સહ- સંચાલિત ભાગીદાર SynbioPro Nutra એ પ્રતિભાને પોષવા માટે ઇવેન્ટના સર્વગ્રાહી અભિગમ પર ભાર મૂકતા, સ્પર્ધકોની સુખાકારી સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Most Popular

To Top