National

સુરતમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ: ભારે વરસાદને પગલે મકાનની દિવાલ ધસી પડતા દંપતી સવારે ઉઠ્યું જ નઈ

સમગ્ર ગુજરાત (Gujarat) સહિત સુરત (Surat)માં વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જેમાં સુરત જિલ્લાના ઓલપાડ (Olpad) તાલુકામાં એક હ્ર્દય દ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. ઓલપાડના કરંજ ગામમાં ભારે વરસાદ (Heavy rain)ને પગલે કાચા મકાનની દિવાલ ધસી પડતા (wall collapsed) આહીર દંપતીનું મોત (couple die) નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ છેલ્લા 48 કલાકથી સતત વરસતા વરસાદને પગલે સમગ્ર સુરત જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે ઓલપાડ તાલુકાના કરંજ ગામે આહિરવાસનો આ કરુણ બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં આહીર દંપતી રાત્રે ભર નિંદ્રામાં સુતા હતા ત્યારે અચાનક જ દિવાલ ધસી પડતા દંપતી સવારે ઉઠ્યું જ હતું, અને કાટમાળ નીચે દબાયેલા બન્ને દંપતિના કરુણ મોત નિપજ્યા છે. મહવત્વની વાત છે કે સતત વરસતા વરસાદથી હાલ સમગ્ર રાજ્યમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, અને ભારે વરસાદને પગલે મકાનની દિવાલ ધરાશાયી થવા સાથે વૃક્ષો પડવા અને વાહન વ્યવહાર ખોરવાવા જેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.

જો કે ઓલપાડના કરંજ ગામમાં મોડી રાત્રે બનેલી ઘટનાથી અરેરાટી ફેલાઈ ગઈ છે. હાલ તો કાટમાળ ખસેડી દંપત્તિના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, બનાવને પગલે તપાસમાં મૃતક પરષોતમ લવાભાઇ આહિર અને પત્ની શાંતિબેન પરસોતમ ભાઈ આહિર હોવાનું જાણવા મળ્યું છે, જો કે હાલ તેમના વાલીવારસ વિષે કોઈ વિગત પ્રાપ્ત થઇ નથી.

વરસાદના આંકડા તરફ ધ્યાન આપવામાં આવે તો ઉપરવાસમાં ભારે વરસાદને લઇ ઉકાઇ ડેમમાંથી બુધવારે સવારે 10 વાગ્યે 341.22 ફૂટ નોંધાઈ છે. 1.98 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ છે. કેચમેન્ટમાં ધોધમાર વરસાદથી ડેમમાં 3.37 લાખ ક્યૂસેક પાણી ઠલવાયું હતું. ડેમનું પાણી તાપીમાં ઠલવાતા તેની સીધી અસર શહેરના કોઝ-વે પર થઈ હતી. કોઝવેની સપાટી હાલ 9.07 મીટરે પહોંચી છે. સુરત શહેરમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ઉધના નવસારી રોડ,એસ.ટી.ડેપો નજીક બીઆરટીએસ માર્ગ ગરકાવ,સર્વિસ રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયાં હતાં. સાથે જ ભારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

આગાહીના પગલે તંત્રએ તૈયારીઓ શરૂ કરી
સુરતમાં વર્ષોથી યથાવત ખાડીપૂરના જોખમને લઈને ડિ-વોટરિંગ પંપ સહિતની વ્યવસ્થા કરી મીઠીખાડી પર બે હોડી, ચાર-ચાર સભ્યની બે ટીમ અને 1 ફાયરની ગાડી સ્ટેન્ડબાય કરી છે. જ્યારે પાંડેસરા રામજી મંદિર પાસે 1 હોડી સાથે એક ટીમ તૈનાત છે. શહેરમાં સૌથી વધુ વરસાદ ઉધના ઝોનમાં 3.8 ઇંચ ખાબક્યો છે. ત્યારે આજે પણ શહેર તથા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

Most Popular

To Top