SURAT

હવે સુરત મનપાના પાર્ટી પ્લોટ-કોમ્યુનિટી હોલનાં ભાડા થઇ શકે છે મોંઘા

સુરત(Surat): મનપા(SMC)ના શાસકો દ્વારા બગીચાઓ(Gardens), સ્વિમિંગપુલો(Swimming pools), સ્પોર્ટ કોમ્પલેક્ષ (Sport Complex)નું ખાનગીકરણ(Privatization) કરીને લોકભાગીદારીના કોન્સેપ્ટમાં ખાનગી એજન્સીઓને ઓપરેશન મેઇન્ટેનન્સ સોંપવાનો નિર્ણય લેવાયા બાદ હવે મનપાના કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટને પણ ખાનગી એજન્સીઓને સોંપી દઇ લોકભાગીદારીથી ચલાવવા નવી નીતિ બની રહી છે. તેવુ સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું.

મનપાના કતારગામ ઝોનમાં  સમાવિષ્ટ ટી. પી. સ્કીમ નં. ૧૯ એફ. પી. ૧૯૪ ખાતે સાકાર થયેલા પાર્ટી પ્લોટ ભાડે આપવા માટેના નિયમો નક્કી કરવાની દરખાસ્ત જે ઓક્ટોબર-2021માં મુલત્વી રાખવામાં આવી હતી. તે શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં રજુ થઇ હતી, જેને તો મંજુરી આપી દેવાઇ છે. આ દરખાસ્ત મંજુર કરતા સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પાર્ટી પ્લોટ તથા કોમ્યુનિટી હોલ પીપીપી ધોરણે ખાનગી એજન્સીને ચલાવવા માટે આપી દેવા માટે નવી નીતિ બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે. જેમાં મનપા એજન્સીને પીપીપી ધોરણે પ્લોટ અને કોમ્યુનિટી હોલ ફાળવી દેશે પરંતુ તેના ભાડા તથા અન્ય નિયમો પાલિકા બનાવશે તેનો  અમલ કરવાનો રહેશે.

સુરત કલેક્ટર કચેરી દ્વારા આવકના દાખલાની કામગીરી સ્કૂલને સોંપાતાં શિક્ષકોમાં કચવાટ
સુરત: સુરત શહેરમાં આવકના દાખલા સરળતાથી મળી શકે એ માટે સ્કૂલને સોંપાયેલી કામગીરી સામે શિક્ષક આલમમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. સુરત કલેક્ટર કચેરી દ્વારા ધોરણ-9થી ધોરણ-12 સુધીનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના આવકના દાખલા શાળા કક્ષાએ કાઢવાની કામગીરી સોંપવામાં આવી છે. સુરત શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા વિરોધ કરાયો છે. શિક્ષક સંઘના નેતાઓએ આ કામગીરીમાંથી મુક્ત કરવાની માંગણી સાથે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી.

ડીઇઓને રજૂઆતો કરી
શહેર જિલ્લા શૈક્ષણિક સંઘના આગેવાનોએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, હાલમાં કલેક્ટર કચેરીના આદેશથી શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ધોરણ-9થી 12માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓના વાલીઓના આવકના દાખલા કાઢવાની કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરી ફક્ત અને ફક્ત સુરતમાં જ સોંપવામાં આવી છે. જિલ્લામાં આવેલી ગ્રાન્ટેડ શાળામાં 1989 બાદ કોઇપણ પ્રકારની ભરતી થઇ નથી. જેથી શાળાઓમાં મોટા ભાગે વહીવટી કર્મચારીઓની ઘટ છે. તેમજ હાલમાં શાળામાં નવા પ્રવેશની કામગીરી, જાતિના દાખલા, પરિણામ જેવી અનેક કામગીરી કરવાની હોવાથી આવકના દાખલાની વધારાની કામગીરીથી કર્મચારીઓ ઉપર કામનું દબાણ ઊભું થયું છે. જે દૂર કરવા માટે આવકના દાખલાની કામગીરીમાંથી મુક્ત કરવાની માંગણી કરવામાં આવી હતી.

Most Popular

To Top