Madhya Gujarat

ઉમરેઠમાં બસ સ્ટેશન પાસે દબાણકર્તાઓને નોટીસ

ઉમરેઠ : ઉમરેઠના બસ સ્ટેન્ડ વિસ્તારમાં દબાણકર્તાઓને પોલીસ કે તંત્રનો કોઇ જ ભય ન હોય તે રીતે વર્તી રહ્યાં છે. એક મહિના અગાઉ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ દબાણો હટાવવામાં આવ્યાં હતાં. પરંતુ દબાણકર્તાઓએ ફરી જમાવડો કરી દેતાં તેમને નોટીસ આપવામાં આવી છે. ઉમરેઠમાં એક મહિના પહેલા જ બસ સ્ટેન્ડ અને આસપાસના વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણ હટાવવામાં આવ્યાં હતાં. પરંતુ એક મહિના દરમિયાન દબાણકર્તાઓ ફરી આવી ગયાં હતાં. જેના કારણે ધોરી માર્ગ પર ટ્રાફિક સમસ્યા અને અકસ્માતનો ભય વધી ગયો છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગે ફરી લાલ આંખ કરી છે. ઉમરેઠ નગરમાં છેલ્લા 40 વર્ષથી દબાણકર્તાઓનો પ્રશ્ન માથાનો દુઃખાવો વધી ગયો છે.

પાલિકાની અણઆવડતના કારણે વધુને વધુ દબાણો થવાથી માર્ગ અને મકાન વિભાગે લાલ આખ કરી રસ્તા ઉપર લારીવાળા તેમજ કાચા-પાકા દબાણો દુર કરવા નોટીસ ફટકારી છે. આ બાબતે માર્ગ અને મકાન વિભાગના જી.એસ. ભરેડીયાએ જણાવ્યું હતું કે, અમારા વિભાગ દ્વારા તમામ લારી ગલ્લાવાળાને આખરી નોટીસ આપવામાં આવી છે. જો તમે આ લારી ગલ્લા નિતી નિયમો પ્રમાણે મુક્યા હોય તેમજ તમારી પાસે પરવાનગી મુકવા માટેની હોય તો દિન સાતમાં પુરાવા લઇને બતાવી જવા નહિ તો દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. ઉમરેઠ નગરપાલિકા સાથે લઈને અઠવાડીયામાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top