Madhya Gujarat

મકરસંક્રાંતિમાં ગાયની તબિયત ન બગડે તે માટે મોગરીમાં અનોખી પહેલ

આણંદ: મોગરી ગામના હિન્દૂ સંગઠનો, અગ્રણીઓ અને જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આ વર્ષથી ગ્રામજનો ગાયને ખવડાવવામાં આવતા ધાન્યને એકસાથે ન ખવડાવે તે માટે સોસાયટી અને પોળ દિઠ અનાજ ઉઘરાવવા આયોજન કરાયું છે. ઉત્તરાયણના દિવસોમાં  ગૌમાતની આંતરડી ઠારવાથી અને પૂણ્ય કમાવવા આ એક જ દિવસ હોય તેમ અસ્થાવાન નાગરિકો ગાયને પચવામાં ભારે પડે અને આફરો ચઢે તેટલું  ખવડાવી દેતા હોય છે. આણંદના મોગરી ગામના અગ્રણીઓ અને સમાજ સેવીઓએ આ અંગે યોગ્ય વિચાર કરી ઉત્તરાયણ દિવસે કરવામાં આવતા પૂણ્યકર્મમાં માં પરિવર્તિનની પહેલ કરી છે.

આ અંગેની જાગૃતિ અને આયોજનમાં મોગરી ગામના એનઆરઆઈ અલ્પેશભાઈ પટેલ ખૂબ જ સક્રિય રસ દાખવી રહ્યા છે. જેઓના જણાવ્યા મુજબ હાલના સમયમાં ગાય ની  હાલત ખૂબ જ દયનીય છે. અમે ઘરે ઘરે અને ગામમાં ફરતી ગાયો શોધી શોધીને ખવડાવતા ધાર્મિકજનોને એ ખ્યાલ હોતો નથી કે તે ગાયે અગાઉ ક્યાં શુ અને કેટલું ખાધું છે.માટે જ્યાં ત્યાં અતિશય ખાવા ને કારણે ગાયને બીમારી,આફરો જેવી સમસ્યા થતું હોય છે તો ક્યારેક તેનું મૃત્યુ પણ પામતી હોય છે.અમે આ વર્ષથી નવી પહેલ કરી છે અને આ દિવસોમાં ઉઘરાવેલું ધાન્ય ક્રમશઃ ગૌશાળામાં આપવા આવશે.

આ અંગે મોગરી માનવ સેવા સમિતિના સુનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ દરમ્યાન વધુ પડતા ખોરાકને લઈ ગાયોને અપચો આફરો સહિતની પીડા પજવતી હોય છે. જે કારણે ગાયોના મૃત્યુ પણ થતા હોય છે. આ અંગે ગામના જમાઈ અલ્પેશભાઈ પટેલ સાથે થયેલ ચર્ચા વિચારણા બાદ સંસ્થાના આગેવાનો, કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા ગામમાં શેરીએ અને સોસાયટીઓમાં અનાજ ઉઘરાવવામાં માટે મોટી થેલીઓ મુકવામાં આવી છે.અને તે માટે અનાજ ઉઘરાવવાનું પણ ચાલુ કરવામાં આવ્યું છે.લોકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આ અંગે સ્થાનિક ગૃહિણીઓ દ્વારા પણ આ કાર્યને ખૂબ જ પ્રસંશા કરવામાં આવી રહી છે.આ પ્રકારે ના સેવા કાર્ય થઈ ગાય પણ બચશે અને અનાજનો યોગ્ય ઉપયોગ પણ થશેની ભવસભર લાગણી વ્યક્ત કરી હતી.

Most Popular

To Top