Entertainment

“સારા” અલી ખાનનું કોઇ ખરાબ કરી ન શકે

સારા અલી ખાન હમણાં બિકિની પહેરવાના કારણે કેમેરાની નજરે ચડી ગઇ. સારા અને જાન્હવી કપૂર બન્ને પોતાને ફિલ્મો વિના પણ ચર્ચામાં રાખવા આવા નુસખાં અપનાવે છે. તેમનો મૂળ હેતુ રજૂ થઇ ચૂકેલી અને રજૂ થનારી ફિલ્મો વચ્ચે ફિલ્મચાહકોની નજરમાં રહેવાનો છે. આ કસબ તો આવડવો જ જોઇએ, કારણ કે ફિલ્મસ્ટાર્સ જો ચર્ચામાં ન રહે તો ડિમાંડમાં ન રહે. બાકી સારાને હમણાં આયુષ્યમાન ખુરાના સાથે ‘ડ્રીમગર્લ’ની સિકવલ મળી છે. પહેલી ‘ડ્રીમગર્લ’માં નુસરત ભરૂચા હતી અને હવે સારા આવી ગઇ છે.

સિકવલમાં કશુંક નવું ઉમેરો તો પ્રેક્ષકો આકર્ષાય અને આ સિકવલનું આકર્ષણ સારા પણ બનશે. સારાએ પોતાની પોઝીશન ખરેખર જ ખૂબ સારી ઊભી કરી છે અને તેના કારણમાં તે પોતે જ છે. આટલા વર્ષમાં ઇન્ડસ્ટ્રીએ તેનો કોન્ફિડન્સ અને ટેલેન્ટ બંને જોયા છે.  તેની સાવકી મા કરીના કપૂર સાથે આ બાબતે જ તુલના થઇ શકે. કરીનાને આધાર તેની મમ્મી બબિતાનો જ હતો, તેમ સારાનો આધાર અમૃતાસિંઘ જ છે. સારા ધારે તો તેની અટક સિંઘ રાખી શકે. તે 2018માં ‘કેદારનાથ’માં આવી પછી દરેક ફિલ્મે તે ઉપરના પગથીયે ચડેલી દેખાય છે.

‘સિમ્બા’, ‘લવ આજકલ’, ‘કુલી નંબર -1’,  ‘અતરંગી રે’ એમ કુલ 5 ફિલ્મ આમ તો કાંઇ ન કહેવાય. જો તેમાંથી પોતાના ખાતામાં કાંઇ નવું ન ઉમેરે. સારા 5 ફિલ્મ અને 4 વર્ષમાં ઘણી સ્ટેબલ થઇ ગઇ છે. નિર્માતાઓ જે 5 – 7 અભિનેત્રી પર સતત નજર રાખતા હોય તેમાં એક સારા છે. વચ્ચે 2 વર્ષના કોરોના સમય છતાં તેની આ સ્થિતિ પૂરવાર કરે છે કે તેણે પોતાની જગ્યા ઊભી કરી છે. સારા અલીખાન પરદા પર બહુ સાહજિક ને આત્મવિશ્વાસસભર દેખાય છે. કોઇ પણ એકટર માટે આ પહેલી અગત્યની બાબત છે.

આ કારણે જ નવા કલાકારો સાથે કામ કરતી વેળા તે પાછા પગ નથી કરતી. નવા આર્ટિસ્ટ હોય તો ફિલ્મ ચલાવવાનો ભાર તેની પર આવી જાય છે. નિર્માતાઓ તેની પર આટલો વિશ્વાસ મૂકતા હોય તો તે શું કામ પાછળ હટે? સારા નાના કે મોટા બેનરનો ય ભેદ નથી કરતી. પોતાને મળેલી ફિલ્મ કારકિર્દીમાં કયાં લઇ જશે એટલું જ જુએ છે. ફિલ્મજગત સફળતાને જુએ છે, મોટા કે નાના બેનરને નહીં. સારા અલી ખાન પેલા સુશાંત સિંઘના પ્રેમમાં હોવાની ચર્ચા ઉપડેલી પણ હવે એ ચર્ચાનો અર્થ નથી. તે પણ બીજા સંબંધ પહેલા ઘણી સભાન થઇ ગઇ છે. •

Most Popular

To Top