Charchapatra

વહેવારમાં વેર નહીં !

સાહેબ કહી,માન અને ફી આપી, રાજી રાખો”!
1. ડૉક્ટર: તમારું બ્લડ પ્રેશર જાણે, ખાનદાની બીમારી જાણે. ઈગો હર્ટ થાય તો એવી દવા લખી દે કે BP નહીં, આખી જિંદગી “હાઈ ટેન્શન” થઈ જાય! એક ઇન્જેક્શન આડું-અવળું મૂકી દે તો સ્વર્ગનું ટિકિટ કન્ફર્મ!
2. વકીલ તમારા કાળા-ધોળા ધંધા, પ્રોપર્ટીના પેપર, ઘરના ઝઘડા બધું જાણે. ઈગો હર્ટ થાય તો એક જ તારીખમાં “જામીન” થી “જેલ” સુધીનો પ્રવાસ કરાવી દે! કલમની એક લીટી ફેરવે તો વારસાઈ જમીન પણ સરકારી થઈ જાય,  અર્થાત કલમનો એક ફેરફાર વારસાઈ સંપત્તિની માલિકી બદલી શકે!

3. CA મહેતાજી: તમારી ”આવકની જન્મકુંડળી” જાણે! કેટલી સફેદ, કેટલી કાળી, કેટલું કેશ, કેટલું બેનામી – બધું એની પેન-ડ્રાઈવમાં હોય. ઈગો હર્ટ થાય તો ITR માં એવી “ભૂલ” કરી દે કે ઇન્કમટેક્ષવાળા રેડ પાડે! એક નોટિસ મોકલાવે તો સ્ક્રૂટિની થી લઈને પેનલ્ટી સુધી આખી જિંદગીની પથારી ફેરવાઈ જાય! ખેર, અદાણી કે, અંબાણી હોય તો પણ “મેટર સેટલ” કરવા એમના પગે પડવું પડે! ડોક્ટર, વકીલ અને CA વ્યવસાય માહિતી આધારિત છે. ત્રણેય પાસે વ્યક્તિની નબળી કડી હોય છે. ત્રણેયનો સંબંધ લાંબા ગાળાનો હોય છે. ત્રણેય વ્યવસાયિક નીતિથી બંધાયેલા હોય છે. પરંતુ નીતિ માનવીય છે અને માનવી લાગણીથી દોરવાય છે. માટે વ્યવહારમાં સાવધાની રાખવી. માન આપવું, સમયસર મહેનતાણું આપવું, સ્પષ્ટ વાત કરવી, ગેરસમજ ન થવા દેવી!
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top