Dakshin Gujarat

“પુલ નહી તો વોટ નહીં” : બહિષ્કારનો સિલસિલો યથાવત : દક્ષિણ ગુજરાતના આ ગામના મતદારોનો આક્રોશ

પાનોલી : કેસરગામમાં અડધી સદી (HALF CENTURY)થી વધુ સમયે પ્રાથમિક સુવિધા (PRIMARY NEED) ન આપતા સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો છે, જેથી ગામના તમામ બુથ પર સન્નાટો છવાઈ ગયો હતો.. કેસરગામ માટે એક માર્ગીય રોડ પર, પુલ નથી, બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે ચાલતા આવતા પસાર કરવામાં કીમ નદી નડે છે. જેથી ઘણા સમયથી ગામવાસીઓ દ્વારા પુલની માંગના પગલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં મતદાનના દિવસે ટ્રાઈબલ બેલ્ટનાં વાલિયા તાલુકાનું કેસરગામ પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાથી બહિષ્કાર કરતા વહીવટીતંત્ર દોડતુ થઇ ગયુ છે. ભુતકાળમાં પણ 23 વર્ષ પહેલાં વાલિયા તાલુકાના રાજવાડી ગામે બહિષ્કાર કરવામાં આવ્યો હતો, જેમાં ગામવાસીઓએ ભેગા મળીએ રોડની માંગના પગલે બહિષ્કાર કરતા ગામના તમામ બુથ ખાલી ખમ્મ દેખાયા હતા. અને રોડ માટે બહિષ્કાર કર્યા બાદ આજે પણ નિષ્ઠુર અધિકારી/ પદાધિકારીની આળસથી કેસરગામે બહિષ્કારનો સિલસિલો યથાવત રાખ્યો છે. જેથી ગામમાં ચૂંટણીના માહોલ વચ્ચે પણ સન્નાટો છવાય ગયો હતો.

ટ્રાઈબલ બેલ્ટનાં વાલિયા તાલુકાનાં કેસરગામમાં અંદાજે 950 લોકો આજે પણ આઝાદીના સાત દાયકા બાદ પણ સમસ્યા ભારોભાર હોવાથી આજે મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે. કેસરગામમાં 95ની વસ્તી છતાં સસ્તા અનાજની દુકાન 4 કિલોમીટર દૂર હોવાથી પગદંડી ચાલીને જઇને સામાન લેવો પડે છે. કમનસીબી એવી છે કે આ ગામ અને ઇટકલા ગામનો એક માર્ગીય રોડ પર કીમ નદી પર પુલ ન હોવાથી માસુમ બાળકો ઉચ્ચ અભ્યાસ અર્થે પગદંડી પણ ચોમાસાનાં ચાર મહિના જાણે વેકેશન હોય એવી સ્થિતિનો સામનો કરવો પડે છે.

ત્યારે હવે વાલિયા તાલુકાનાં કેસરગામ ખાતે પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાથી સંપુર્ણ બહિષ્કાર કરતા ચુંટણી બુથ ખાલીખમ્મ નજરે પડે છે. અને ગામના 30 વર્ષનાં સરપંચ નરેશભાઈ વસાવાએ હૈયાવેદના ઠાલવતા જણાવ્યું હતું કે પુલ માટે છેક ગાંધીનગર સુધી રજુઆત કરી છતાં પરિણામ ન આવતા આજે લગભગ 350 મતદારોએ સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top