Business

રાત્રી કર્ફ્યુ, આંશિક લોકડાઉનથી 10 દિવસમાં 46000 કરોડનું નુકશાન

કોરોના વાયરસ(corona virus)ની બીજી લહેર(second wave)ના વિસ્ફોટથી ભારત દેશ (India) પણ બાકાત રહ્યો નથી અને હાલમાં દેશમાં કોરોના રૂદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને જાન-માલને વ્યાપક નુકશાન પહોંચાડયું છે. કોરોના વિસ્ફોટના લીધે દેશના કેટલાક રાજ્યો દ્વારા આંશિક લોકડાઉન તથા કફર્યુ જેવા પ્રયોજનો કરવામાં આવ્યા હતા, તેમજ કડક પ્રતિબંધો ફરમાવ્યા છે, આ પ્રતિબંધોના કારણે દેશના વિતેલા 10 દિવસમાં આશરે 46000 કરોડ રૂપિયાના વેપાર-ધંધાને નુકશાન (financial loss) થયાનો એક અહેવાલ આવ્યો છે.

આ કુલ રૂ. 46000 કરોડ પૈકી રિટેઇલ બિઝનેસ(retail business)માં લગભગ 32000 કરોડ અને હોલસેલ બિઝનેસ(hall sale business)માં 14000 કરોડ રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ છે. આ માહિતી કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડસ (cait)એ આપી છે અને કહ્યું છે કે, કોરોનાના ડરથી અડધાથી વધુ ગ્રાહકોને બજારમાં આવવાનું બંધ કરી દીધું છે. મહારાષ્ટ્ર (Maharashtra) કોરોનાનું એપી સેન્ટર છે અને તેમાંય મુંબઇમાં કોરોના વાયરસનું સંક્રમણ સૌથી વધારે છે, જે દેશની આર્થિક રાજધાની છે. સીએઆઇટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતીયાએ કહ્યું છે કે, વેપારમાં નુકશાનના આંકડા દેશના નવ રાજયોના છે. જે ત્યાંના મહત્વના વેપારીઓ નેતાઓ પાસેથી મેળવવામાં આવ્યા છે. બે બિઝનેસ લીડરોએ જણાવ્યું છે કે, મહારાષ્ટ્રમાં રિટેઇલ બિઝનેસમાં લગભગ 10 હજાર કરોડ રૂપિયાના વેપાર-ધંધાને નુકશાન થયું છે. જ્યારે હોલસેલ બિઝનેસમાં નુકશાનનો આંકડો લગભગ 6 હજાર કરોડનો થાય છે.

10 દિવસમાં રાજ્યવાર નુકશાન થયાના અંદાજ જોઇએ તો રાજસ્થાનમાં રિટેઇલમાં 1900 કરોડ અને હોલસેલમાં 850 કરોડ, મધ્યપ્રદેશમાં રિટેઇલમાં 1700 કરોડ અને હોલસેલમાં 750 કરોડ, મહારાષ્ટ્રમાં રિટેઇલમાં 10000 કરોડ અને હોલસેલમાં 6000 કરોડ, છત્તીસગઢમાં રિટેઇલમાં 1200 કરોડ અને હોલસેલમાં 600 કરોડ, ગુજરાતમાં રિટેઇલમાં 4800 કરોડ અને હોલસેલમાં 2200 કરોડ, પંજાબમાં રૂ. 900 કરોડ અને હોલસેલમાં રૂ. 350, દિલ્હીમાં રિટેઇલમાં 3000 કરોડ અને હોલસેલમાં 1400 કરોડ, ઉત્તર પ્રદેશમાં રિટેઇલમાં 3800 કરોડ અને હોલસેલમાં રૂ. 1500 કરોડ તથા કર્ણાટકામાં રિટેઇલમાં 4300 કરોડ અને હોલસેલમાં રૂ. 1950 કરોડનું નુકશાન થયું છે.

સીએઆઇટીના પ્રમુખે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણાં પ્રધાન નિર્મલા સીતારામન સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતના નામે ટવીટ કર્યુ છે. તેમણે આ તમામને લોકડાઉનના કારણે વેપાર-ધંધા બંધ રાખનાર દુકાનદારોની માટે રાહત પેકેજ જાહેર કરવાની વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે, વર્ષ 2020માં થયેલા લોકડાઉનથી રિકવર થવા માટે હાલ ઘણું બધુ કરવાની જરૂર છે.

Most Popular

To Top