National

‘આવતા વર્ષે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં NDA સરકાર બનાવશે’, અમિત શાહનું નિવેદન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મદુરાઈમાં કહ્યું કે લોકો આવતા વર્ષે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં DMK ને હરાવશે. તેમણે કહ્યું કે 2026 ની વિધાનસભા ચૂંટણીમાં BJP અને AIADMK સાથે મળીને NDA સરકાર બનાવશે. શાહે એમ પણ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં NDA સરકાર બનશે.

તેમણે એમ પણ કહ્યું કે આ પરિષદ DMK સરકારને સત્તા પરથી દૂર કરવાનો અને પરિવર્તનનો આરંભ કરવાનો સંકેત છે. અમિત શાહે કહ્યું કે તમિલનાડુના લોકો હવે પરિવર્તન ઇચ્છે છે અને ભાજપના કાર્યકરો તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે.

અમિત શાહે કહ્યું કે અહીં 2026 માં BJP-AIADMK ગઠબંધનની NDA સરકાર બનશે. M.K. સ્ટાલિન કહે છે કે અમિત શાહ DMK ને હરાવી શકશે નહીં. તેઓ સાચા છે, હું નહીં, પણ તમિલનાડુના લોકો તમને હરાવશે. શાહે આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની પણ સમીક્ષા કરી અને રાજ્યના નેતાઓ સાથે રણનીતિ પર ચર્ચા કરી.

શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, “તમિલનાડુના લોકો ડીએમકે સરકારના ભ્રષ્ટાચારથી કંટાળી ગયા છે. ભાજપના કાર્યકરો દરેક શેરી, વિસ્તાર અને ઘર સુધી પહોંચશે અને (વડાપ્રધાન નરેન્દ્ર) મોદીના નેતૃત્વ હેઠળના એનડીએના વિકસિત અને સમૃદ્ધ તમિલનાડુ માટેના વિઝનને લોકો સુધી પહોંચાડશે.”

શાહે કહ્યું કે ભાજપ સરકારે છેલ્લા 10 વર્ષમાં તમિલનાડુને 6.80 લાખ કરોડ રૂપિયા આપ્યા છે. છતાં મુખ્યમંત્રી સ્ટાલિન પૂછે છે કે કેન્દ્રએ રાજ્ય માટે શું કર્યું છે. તેમણે મુખ્યમંત્રી સ્ટાલિનને પડકાર ફેંક્યો કે તેઓ જણાવે કે શું તેમણે 2021ની ચૂંટણીમાં ડીએમકે દ્વારા આપવામાં આવેલા બધા વચનો પૂરા કર્યા છે. અમિત શાહે આરોપ લગાવ્યો કે દારૂ વેચાણ કૌભાંડ જેટલા પૈસાથી તમિલનાડુની દરેક શાળામાં ઓછામાં ઓછા બે વર્ગખંડ બનાવી શકાયા હોત.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, “હું ફરી એકવાર તમિલનાડુ સરકારને અપીલ કરું છું કે ટૂંક સમયમાં તમિલ ભાષામાં મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કરવામાં આવે. વડાપ્રધાન મોદીએ સંસદમાં સેંગોલની સ્થાપના કરીને તમિલનાડુનું સન્માન કર્યું છે અને મને આશા છે કે મુખ્યમંત્રી સ્ટાલિન આ માટે તેમનો આભાર માનતો પત્ર લખશે.”

Most Popular

To Top