Dakshin Gujarat

લો બોલો.. નવસારી પાલિકાના પાર્ટી પ્લોટમાં જ લોકો દારૂ પાર્ટી કરી જાય છે

નવસારી : નવસારી પાલિકાના જયશંકર નજીક એક પાર્ટી પ્લોટ આવેલો છે. જો કે એ પ્લોટ કોઇ શુભ કામને બદલે દારૂની પાર્ટી માટે જ વપરાતો હોય એમ ત્યાં ઢગલો દારૂની બાટલીઓ તથા બિયરના કેન જોવા મળે છે. પાલિકાની પણ ફરજ બને કે તેની મિલ્કતમાં લોકો ગેરકાયદે ઘૂસીને ગેરકાયદે કામ નહીં કરી શકે એવી વ્યવસ્થા કરવી જોઇએ. પરંતુ પાલિકાના કારભારીઓને એવા કામો સૂઝતા નથી.

  • નવસારી પાલિકાના પાર્ટી પ્લોટમાં દારૂની પાર્ટી
  • પાર્ટી પ્લોટમાં દારૂની અનેક ખાલી બોટલો તથા બિયરના ખાલી ટીન જોવા મળ્યા

નવસારીમાં દારુબંધીની પોકળ વાતો થાય છે. અનેક ઠેકાણે દારુ મળે છે, તો તે જાહેરમાં જ પીવાતો હોવાની ગવાહી જયશંકર નજીક આવેલો પાલિકાનો પાર્ટી પ્લોટ ગવાહી પૂરી છે. પાર્ટી પ્લોટ પાર્ટી કરવા માટે જ હોય એવું અર્થઘટન અનેક લોકો કરતા હોય એમ લાગે છે. આ પાર્ટી પ્લોટમાં દારૂની અનેક ખાલી બોટલો તથા બિયરના ખાલી ટીન જોવા મળી રહ્યા છે. એ પરથી એમ લાગે છે કે આ પ્લોટ શરાબની મહેફિલ માટે ખૂબ જ જાણિતો હોવો જોઇએ. ડઝનબંધી શરાબની બોટલ તથા બિયરના ટીન પડેલા જોવા મળવાને કારણે લાગે છે કે અહીં અનેક પાર્ટીઓ થતી હોવી જોઇએ.
નવસારી પાલિકાની મિલ્કતમાં આવી ગેરકાયદે પાર્ટી યોજાતી હોય, ત્યારે પાલિકાની પણ ફરજ બને કે તેની મિલ્કતમાં લોકો ગેરકાયદે ઘૂસીને ગેરકાયદે કામ નહીં કરી શકે એવી વ્યવસ્થા કરવી જોઇએ. પરંતુ પાલિકાના કારભારીઓને એવા કામો સૂઝતા નથી.

ઠેરઠેર દારૂ વેચાય છે, પોલીસની આંખે પાટા
નવસારી પાલિકા વિસ્તારમાં અનેક ઠેકાણે દારુ વેચાય છે, એ વાત તો નાનું છોકરૂં પણ જાણે છે. પરંતુ પોલીસને એ વાતની જાણ ન હોય એવું બની શકે. પોલીસના આંખે પટ્ટો બાંધેલો હોય, ત્યારે એ દારૂનું વેચાણ કેમ દેખાતું ન હોય એ પાછળનું કારણ સમજી શકાય એમ છે. પ્રશ્ન એ છે કે ખુલ્લામાં પાર્ટી પ્લોટમાં જાહેરમાં દારૂની મહેફિલ યોજાતી હોય, છતાં પોલીસ અંધારામાં જ રહે ત્યારે એ પોલીસના અસ્તિત્વ પર પણ સવાલ પેદા થાય છે કે પછી પોલીસની મીલિભગતમાં જ આવી પાર્ટી જાહેરમાં યોજાતી હશે ?

Most Popular

To Top