Charchapatra

ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો

ભારતની ઓળખ સનાતન મૂલ્યોથી છે. *ગૌ માતા કરોડોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.* એ માત્ર પશુ નથી, કૃષિ-સંસ્કૃતિનો આધાર છે. ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો એટલે દેશભરમાં ગૌ હત્યા પર પૂર્ણ પ્રતિબંધ, ગૌ સંવર્ધનને રાષ્ટ્રીય મિશન, શિક્ષણમાં ગૌ વિજ્ઞાન. આ તુષ્ટિકરણ નથી, આસ્થાનું સન્માન છે. ભારત હિન્દુ રાષ્ટ્ર છે કારણ કે આ ભૂમિનો આત્મા હિન્દુ છે.* ધર્મના આધારે ભાગલા પછી પાકિસ્તાન ઇસ્લામિક રાષ્ટ્ર બન્યું. ભારત કેમ નહીં? હિન્દુ રાષ્ટ્ર એટલે સર્વે ભવન્તુ સુખિનઃ – સૌનું કલ્યાણ. એ થિયોક્રેસી નથી, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે.  80% વસ્તીના મૂલ્યોને બંધારણીય ઓળખ મળવી જોઈએ. ગૌ રક્ષા રાષ્ટ્ર રક્ષા છે. હિન્દુ રાષ્ટ્ર એટલે સમરસ રાષ્ટ્ર.
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

Most Popular

To Top