Charchapatra

નામ રહ જાયેગા

સ્ટાર પ્લસ TV પરથી તા. 1 મેથી 19 જૂન 8 હપ્તામાં દર રવિવારે સાંજના 7 થી 8 સુરસામાક્ષી ભારત રત્ન લતા મંગેશકરને શ્રદ્ધાંજલી રૂપે તેમના પુત્ર સમાન સોનુ નિગમે ‘નામ રહ જાયેગા’ કાર્યક્રમ રજૂ કર્યો. સોનુ નિગમે કાર્યક્રમની શરૂઆતમાં સરસ્વતીની પ્રાર્થનાથી કરી. શુભ વસ્ત્રાવૃતા સરસ્વતી માતાની જેમ લતાજીને પણ સફેદ સાડી જ પસંદ હતી અને રેકોર્ડીંગ હંમેશા ઉઘાડા પગે જ કરતા હતા. સોનુ નિગમે એમને દેવી મા સંબોધન કર્યું હતું. ‘એ મેરે વતન કે લોગો’ જે સાંભળી પં. જવાહરલાલ નહેરુનું આંખમાં આંસુ આવ્યા હતા, તે રજુ કર્યું. લતાજીના ભાઈ હૃદયનાથ, બહેનો ઉષા, આશા અને મીનાએ બાળપણથી જીવન સુધીની બધી જ અંતરંગ વાતો જણાવી હતી.

પિતા દિનાનાથના નાનપણમાં નિધન થવાને કારણે લતાજી પિતા સમાન બની બધાને મોટા કર્યા અને દરેકને ભરપેટ પ્રેમ આપ્યો. તેથી નાનપણથી જ લતાજી ફિલ્મમાં કામ કરતા થઈ ગયા હતા. લતાજીએ 36 ભાષામાં હજારોની સંખ્યામાં ગીતો ગાયા છે. લક્ષ્મીકાંત – પ્યારેલાલના સંગીતમાં સૌથી વધુ ગીતો ગાયા છે. પ્યારેલાલે પણ લતાજી વિશે યાદ તાજી કરી હતી. અમિતકુમારે લતાજી – કિશોરકુમારની પહેલીવાર મળ્યા તેની વાત કરી. નીતિશ મુકેશ, ઉદિત નારાયણ, શંકર મહાદેવન, શાન, જાવેદ અલી, અરિજિતસિંહ, અલકા યાજ્ઞિક, સાધના સરગમ, ઐશ્વર્યા મજમુદાર, નીતિ મોહન, અન્વેશા જેવા નામી ગાયિકોએ લતાજીને ગમતા શ્રેષ્ઠ ગીતો રજૂ કરી સાથે તેમના સંબંધોને પણ વર્ણવ્યા હતા.

સંગીતકાર મદનમોહને તો તેમને બેન બનાવી રાખી બંધાવી હતી. લતાજીએ મુકેશને પણ ભાઈનો દરજ્જો આપ્યો હતો. સુનીલ ગવાસ્કર, રવિશાસ્ત્રી, શ્રીકાંત જેવા ક્રિકેટરોએ લતાજી વિશેની વાતો રજૂ કરી. ‘રહેના રહે હમ મહેકા કરેંગે’, ‘તેરે મેરે મિલન કી યે રૈના’, ‘તુમ ન જાને કિસ જ્હાં મે ખો ગયે’, ‘લગજા ગલે’, ‘તુ જહાં જહાં ચલેગા’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘યે મૌસમ કા જાદુ’, ‘મહેંદી લગા કે રખના’, ‘યે દિલ તુમ બિન લગતા નહિ’, ‘વાદા કિયા વો નિભાના પડેગા’, ‘યારા સીલી સીલી’, ‘ઈન્હી લોંગે ને લેલીયા દુપટા’, ‘એક રાધા એક મીરા’, ‘મેરે આવાઝ હી પહચાન હૈ’ વગેરે ગીતો રજૂ કર્યા. લતાજી તાદૃશ્ય થયા. ભારતની વિશ્વ ઓળખ ગંગા, હિમાલય તેવી જ ઓળખ લતા મંગેશકર ન ભૂત ન ભવિષ્યતિ. આ કાર્યક્રમ રજૂ કરવા માટે સોનુ નિગમને અભિનંદન.
સુરત     – પ્રભા પરમાર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top