Vadodara

પોલીસને માર મારી દારૂ લૂંટનાર મુખ્ય સુત્રધાર આખરે પકડાયો

વડોદરા : શહેરના સમા વિસ્તારની ઉર્મી સ્કુલ પાસે આવેલા સમા ગામમાં ખુલ્લેઆમ ચાલતા વિદેશી દારૂના ધંધા પર સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા હતા. ત્યારે સ્થળ પર હાજર બૂટલેગર સહિત તેના સાગરીતોએ સ્ટેટ વિજિલન્સની ટીમને મારમારી પોતાનો દારૂ છોડાવી ગયા હતા. આ બનાવમાં પોતાની ઓળખ છુપાવી ટોળાને ઉશ્કેરનાર મુખ્ય સુત્રધાર સહિત ત્રણ જણાને હરણી પોલીસે રૂ.2800ના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા.શહેરના સમા વિસ્તારની ઉર્મી સ્કુલ પાસે આવેલા સમા ગામમાં ધીરજ પાંડે સહિત તેના સાગરીતો દારૂનો ધંધો કરે છે. તેવી બાતમી સ્ટેટ વિજિલન્સને મળતા તે ટીમ દ્વારા સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

જે દરોડા દરમિયાન ટીમે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પરંતુ જોત જોતામાં બૂટલેગર તેના સાગરીતોને લઈ ધસી આવ્યો હતો. અને સ્ટેટ વિજિલન્સની ટીમને મારમારી ઉપરાંત પથ્થરમારો કરાવી પોતાનો દારૂ છોડાવી ગયા હતા. આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા. જ્યારે તપાસ હરણી પોલીસને આપવામાં આવી હતી. જોકે જે તે સમયે હરણી પોલીસે હુમલાખોર પૈકી છ જણાને ઝડપી પાડ્યા હતા. મુખ્ય આરોપી જે પોતાની ઓળખ છુપાવી અને ટોળાને ઉશ્કેરી હુમલો કરાવનાર પોલીસ પકડથી દુર હતો. જોકે તેની તપાસમાં હરણી પોલીસે આ બનાવના સુત્રધાર મુખ્ય બૂટલેગર દિલીપ ઉર્ફે લાલો હરમાનભાઈ સોલંકી, મુકેશભાઈ ઉર્ફે મુકો હરમાનભાઈ સોલંકી(બંને રહે, સમા નવીનગરી) તથા આકાશ લક્ષ્મભાઈ રાઠવા(હાલ રહે, નવી નગરી સમા અને મુળ છોટાઉદેપુર)ને અગાઉ જે દારૂ પોલીસને મારમારી છોડાવી ગયા હતા. તે રૂ.2800 કિંમત સાથે ઝડપી પાડ્યા હતા.

Most Popular

To Top