SURAT

‘યે બડા હિન્દુ નેતા બન કે ઘુમ રહા હૈ, ઇસકો મારો’ : સુરતમાં બજરંગ દળના કાર્યકરને મુસલમાનોએ માર્યો

સુરત(Surat) : પોલીસ કમિશનર (Police Commissioner) દ્વારા પહેલી વખત ગોલવાડમાં (Golwad) લોકદરબારનું આયોજન કરાયું હતું. આ લોકદરબારમાં અશાંતધારા (Ashantdhara) મુદ્દે રજૂઆત કરનાર બજરંગ દળના (Bajrang Dal) સક્રીય સત્સંગ પ્રમુખને અદાવત રાખીને મુસ્લિમ અસામાજિક તત્વોએ રસ્તામાં આંતરી બેલ્ટ વડે માર માર્યો હતો. તેને બચાવવા પડેલા બે મિત્રોને પણ ઘસડીને માર માર્યો હતો. માથાભારે નાસીર ભાયાના આતંક બાદ ફરીથી એક વખત તંગદિલી વ્યાપી ગઇ છે. દરમિયાન નાસીરભાયા ભૂતકાળમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાની વાત છે. સોપારી ઉપરાંત અન્ય કારનામામાં તેનુ નામ સંડોવાયુ છે. દરમિયાન પોલીસ કમિશનર અજય તોમરને આ માથાભારે ઇસમ સામે ગુજસીકોક દાખલ કરવા માટે માંગણી કરવામાં આવી છે. આ મામલે કમિ. અજય તોમર દ્વારા પણ કાર્યવાહીના ચક્રો ગતિમાન થયા હોવાની વિગત જાણવા મળી છે.

  • કાર્યકરે પોલીસ કમિશનરને અશાંતધારાના અમલીકરણ માટે રજૂઆત કરી હતી
  • બજરંગ દળના કાર્યકર ઉપર હુમલો કરનાર ત્રણની અટકાયત

મહિધરપુરા ખાતે પુરબીયા શેરીમાં રહેતા 32 વર્ષીય પિન્કેશ બિપીનભાઈ રાણા ડાયમંડ કંપનીમાં નોકરી કરે છે. તેઓ ડાયમંડમાં કારીગરની સાથે બજરંગ દળના સક્રીય સત્સંગ પ્રમુખ અને વિશ્વ હિન્દુ પરિષદના સક્રિય કાર્યકર છે. ગત શુક્રવારે નવાપુરા-ગોલવાડ વિસ્તારમાં પોલીસ કમિશનર અજય તોમરે લોકદરબારનું આયોજન કર્યુ હતું. જેમાં પિન્કેશભાઈએ મહિધરપુરા વિસ્તારમાં મુસ્લિમો દ્વારા ખરીદાતી મિલકતો અને અશાંતધારા મુદ્દે રજૂઆત કરી હતી. જેની અદાવત રાખીને પિન્કેશભાઈ બેગમપુરા બ્રાહ્મણ ફળીયા પાસે મોપેડ ઉપર જતા હતા ત્યારે પલ્સર બાઇક સવાર ત્રણ મુસ્લિમોએ મોપેડને કટ મારી હતી. અને ‘દેખ કે ચલાના ગાડી, દિખાઇ નહીં દેતા’ એમ કહી ઝઘડો કર્યો હતો. પિન્કેશભાઈએ તેમને ‘તુ દેખ કે ચલા’ એમ કહેતા ત્રણેય બાઈક પરથી ઉતર્યા હતા. અને ‘યે બડા હિન્દુ નેતા બન કે ઘુમ રહા હૈ, ભાઇ ઇનકો મારો’ એમ કહી બેલ્ટ વડે માર મારી કોલર પકડી ઘસડીને ગણેશ આમલેટની સામે થઇ પાણીની ટાંકી ચાર રસ્તા સુધી લઇ ગયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી ત્રણની અટકાયત કરી હતી.

બચાવવા વચ્ચે પડનાર બે મિત્રોને પણ માર માર્યો
પિન્કેશને બચાવવા તેના મિત્ર યજ્ઞેશ પટેલ અને દુષ્યંત વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. ત્રણેયને માર મારીને મુસ્લિમોનું ટોળું કોલર પકડીને ઘસડીને ગણેશ આમલેટની સામે સુધી લઈ ગયા હતા. ત્યાંથી છુટીને તેઓ સાંઈબાબા મંદિર બાજુ ભાગ્યા હતા. ટોળામાંથી કેટલાકે પિન્કેશભાઈની મોપેડ લઈને ભાગવા પ્રયાસ કર્યો હતો. જો કે પિન્કેશે કોલ કરતા તુરંત જ પોલીસ ઘસી આવી હતી. પોલીસે લોક દરબારમાં રજૂઆત કર્યાની અદાવતમાં માર મારનાર નાસીર, અરમાન, ઝહીર, જાવેદ, આદીલ, આસીફ, જાવેદ લંગડો, યુસુફ સહિતના ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top