National

બિહારમાં શ્રાવણનાં પ્રથમ સોમવારે જ શિવાલયમાં ભાગદોડ થતા 2 મહિલાનાં મોત

બિહાર(Bihar): શ્રાવણ મહિનાના પહેલા સોમવારે તમામ શિવ(Shiv) મંદિરો(Temple)માં ભીડ જામે છે. શિવભક્તો(Devotees of Shiva) ભગવાન ભોલેનાથના જલાભિષેક કરી રહ્યા છે. કોરોના(Corona)ના કારણે બે વર્ષથી શ્રાવણી મેળાનું આયોજન થઇ શક્યું ન હતું. જો કે આ વખતે પ્રતિબંધો હળવા કરવામાં આવતા શિવાલયોમાં શિવભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે બિહારના સિવાન જિલ્લામાં આવેલા બાબા મહેન્દ્રનાથ શિવ મંદિરમાં નાસભાગ(stampede) થતા બે મહિલાઓ(Women)ના મોત(Death) થયા છે. આ અકસ્માતમાં અન્ય શ્રદ્ધાળુઓ પણ ઘાયલ થયા છે. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ મંદિર પરિસરમાં પોલીસ(Police) બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શિવલિંગ પર જલાભિષેક કરવા માટે થઇ ધક્કામુક્કી
સિસ્વાન બ્લોકના પ્રખ્યાત મંદિર બાબા મહેન્દ્રનાથ ધામમાં જલાભિષેક દરમિયાન આ ઘટના બની હતી. મંદિરમાં કોરોનાકાળ બાદ આ વખતે પહેલીવાર મંદિરમાં ભક્તોને અભિષેક તેમજ પૂજા કરવાનો અવસર મળ્યો છે. જેથી શ્રાવણનાં સોમવારે વહેલી સવારથી જ મોટી ભીડ એકઠી થઈ હતી. સવારે 3 વાગે પૂજા માટે મંદિરના દરવાજા ખોલતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો એકસાથે મંદિરમાં પ્રવેશવા લાગ્યા હતા. દરમિયાન શિવલિંગ પર જલાભિષેક કરવા માટે ધક્કામુક્કી થઈ હતી અને ત્યારબાદ નાસભાગ મચી ગઈ હતી. ભક્તોની ભારે ભીડમાં કેટલીક મહિલાઓ જમીન પર પડી ગઈ અને કચડાઈ ગઈ હતી. જેથી બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
મૃતક મહિલાની ઓળખ હુસૈનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રતાપપુરના રહેવાસી મોતાબ ચૌધરીની પત્ની લીલાવતી દેવી અને જીરાદેઈ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પાથર ગામની રહેવાસી સુહાગમતી દેવી તરીકે થઈ છે. તેમજ ઘાયલ મહિલાની ઓળખ પ્રતાપપુરના રહેવાસી જનક દેવ ભગતની પત્ની શિવ કુમારી તરીકે થઈ છે. ઘટના બાદ મંદિર પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘાયલ મહિલાને સારવાર માટે સિવાન સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
ઘટનાની માહિતી મળતાની સાથે જ સિસ્વાન પોલીસ સ્ટેશન અને ચેનપુર મહાદેવ ઓપી પોલીસે મંદિર પરિસરમાં સુરક્ષા કોર્ડન કરી દીધી હતી. આ સાથે દબાણ કરનારાઓ સામે કડક ચેતવણી પણ આપવામાં આવી છે. તેમજ ભીડવાળા વિસ્તારમાં સુરક્ષા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે.

Most Popular

To Top