ભારતીય સિનેમામાં પહેલીવાર પ્લેબેક સંગીત પીરસનાર બંગાળી ગાયક, સંગીતકાર અને અભિનેતા પંકજ મલિક્નો જન્મ 10/5/1905ના રોજ થયો હતો.રવીન્દ્રનાથ ટાગોરના ગીતોને સ્વરબધ્ધ કરીને 21 વર્ષ તેઓ રવીન્દ્ર સંગીતના મહારથી ગણાયા હતા.બંગાળી અને હિંદી ફિલ્મોમાં તેમના પ્રદાનને અનુરૂપ ભારત સરકારે તેમને પદ્મશ્રી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપ્યો હતો.શાસ્ત્રીય સંગીતની તાલીમ તેમણે દુર્ગાદાસ બંદોપાધ્યય પાસે લીધી હતી.રવીન્દ્ર સંગીતથી તેઓ બંગાળ અને અત્યારના બાંગ્લાદેશના ઘર ઘરમાં જાણીતા થયા હતા.
21 વર્ષે તેમણે વ્યવસાયિક ધોરણે રવીન્દ્ર સંગીતની કેસેટ બહાર પાડી હતી.સંગીતકાર તરીકેની તેમની શરૂઆત એઆઈઆરni પૂર્વજ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીમાં 1977માં સંગીતકાર આર.સી.બોરાલ સાથે થઈ હતી.મહિષાસુર મર્દિની નામનો એક સંગીતમય પ્રોગ્રામ પણ તેમણે રચ્યો હતો જેનાથી તેમની લોકપ્રિયતા ટૉપ પર પંહોચી હતી.એઆઈઆરે તેનું પ્રસારણ કર્યું હતું.1931થી 38 વર્ષ સુધી તેમણે બંગાળી,હિંદી,ઉર્દૂ અને તમિળ ફિલ્મોમાં સંગીત પીરસ્યું હતું.તેમણે સાયગલ,સચીન દેવ બર્મન, ગીતા દત્ત,હેમંતકુમાર અને આશા ભોંસલે જેવા કલાકારો સાથે કામ કર્યું હતું.19/2/1978 નો રોજ 73 વર્ષની વયે તેમનું અવસાન થયુ હતું.
સુરત – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.