દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે માતૃદિનની ઉજવણી કરવામાં આવે છે. માતૃઋણ ક્યારેય ન ચૂકવી શકાય. માતાનો પ્રેમ નિ:સ્વાર્થ, પ્રેમનું ઝરણું હોય, માતાએ સંતાનોના ઉછેર માટે કેટલો ભોગ આપ્યો, સંઘર્ષ કર્યો વિ. અનેક ગુણગાન ગાવામાં આવશે! ફક્ત એક દિવસ માટે બાકી આ વૃદ્ધાશ્રમો કોની માતાઓથી ઉભરાય છે એ યક્ષ પ્રશ્ન છે! કદાચ નિ:સંતાન માતા વૃદ્ધાશ્રમમાં હોઇશકે પણ શું બધી જ માતા નિસંતાન હોય એવું તો શક્ય નથી ને?
માતૃદિન એક દિવસનો હોય જ નહીં! આખુ વર્ષ માતાનું સન્માન જળવાય એ જ સંતાનોના જીવનની સાર્થકતા કરી શકાય માતાને સંતાનો દ્વારા કોઇ માતૃસાર્થકતા કરી શકાય. સંતાનો દ્વારા કોઇ માતૃદિનની અપેક્ષા હોતી નથી ફક્ત જીવન સંધ્યાએ સંતાન દિનની અપેક્ષા હોતી નથી. ફક્ત જીવન સંધ્યાએ સંતાન એને સમજી શકે. એનું માન જાળવી શકે એને પણ થાક લાગી શકે, એને પણ અરમાન હોઇ શકે. એટલું સમજી શકે તો માના અવિરત શુભાશિષ સંતાનો પર અવશ્ય વરસી શકે. માનો સ્નેહ જ નિ:સ્વાર્થ ભાવનાથી સભર હોય છે. માતૃદિન 365 દિવસ હોવો જોઈએ.
સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.