World

મોરોક્કોમાં 6.8ની તીવ્રતાના ભૂકંપથી ભારે તબાહી, 1000 વધુ લોકોએ જીવ ગુમાવ્યા

ઉત્તર આફ્રિકાના દેશ મોરોક્કોમાં (Morocco) શુક્રવારે રાત્રે જોરદાર ભૂકંપ (Earthquake) આવ્યો હતો. જેના કારણે ભારે તબાહી મચી ગઈ છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે અને સરકાર (Government) દ્વારા હજુ પણ નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દેશોના નેતાઓએ મોરોક્કોને મદદ માટે હાથ લંબાવ્યો છે. મૃત્યુઆંક વધવાની ધારણા છે કારણ કે બચાવ કાર્યકરો દૂરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ભૂકંપ આવતા જ ઘરોમાં સૂઈ રહેલા લોકો બહાર દોડવા લાગ્યા હતા. રાજ્યના ટેલિવિઝન પર પ્રસારિત ફૂટેજમાં લોકોને મોડી રાતે ડાઉનટાઉન મારકેશની શેરીઓમાં અને ઇમારતોની અંદર પાછા જવાનો ડર દેખાતો હતો. આ ભૂકંપમાં 750 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આફ્રિકન દેશ મોરોક્કોમાં વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. ભૂકંપ બાદ અહીં ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં 820 થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ગઈકાલે રાત્રે 6.8ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ કુદરતી આપત્તિ અંગે દેશના યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ કહ્યું કે ઉત્તર આફ્રિકન રાષ્ટ્રના આ ભાગમાં 120 થી વધુ વર્ષોમાં આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે.

તમને જણાવી દઈએ કે ભૂકંપની તિવ્રતા એટલી હતી કે ભૂકંપ બાદ પણ મારકેશમાં ઈમારતો ધ્રૂજવા લાગી હતી. જેનાથી ડરીને લોકો ઘરની બહાર નીકળીને રસ્તા પર આવી ગયા હતા. ભૂકંપને કારણે મોટું નુકસાન થવાનો અનુમાન છે. સરકાર દ્વારા હજુ પણ નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે.

આ અંગે માહિતી આપતા USGSએ જણાવ્યું કે આ ભૂકંપનું કેન્દ્ર 18.5 કિમીની ઊંડાઈ પર હતું જે મારકેશથી લગભગ 72 કિમી દક્ષિણ-પશ્ચિમમાં અને એટલાસ પર્વતીય શહેર ઓકાઈમેડનથી 56 કિમી પશ્ચિમમાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પણ શેર કરવામાં આવી રહ્યા છે જેમાં ઘણી ઇમારતો ધરાશાયી થયેલી જોવા મળી રહી છે. ઘણા લોકો શોપિંગ સેન્ટર્સ, રેસ્ટોરન્ટ્સ અને એપાર્ટમેન્ટ્સમાંથી ડરથી ભાગતા અને શેરીઓમાં એકઠા થતા જોવા મળી રહ્યાં હતા. મારકેશમાં ભૂકંપને કારણે ભારે તબાહી સર્જાઈ છે. અહીંના લોકોને વધુ એક ભૂકંપનો ડર છે.

Most Popular

To Top