National

મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી ખાદ્ય સંગ્રહ યોજનાને મંજૂરી અપાઈ

નવી દિલ્હી : કેન્દ્રીય કેબિનેટની બેઠક (UnionCabinet) 31મે બુધવારના રોજ મળી હતી. આ બેઠકમાં સહકાર ક્ષેત્ર માટે મોદી સરકાર (Modi Govt) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં મોદી સરકાર દ્વારા દુનિયાની સૌથી મોટી ખાદ્ય સંગ્રહ યોજનાને (World’s largest collection scheme) મંજૂરી (approved) આપવામાં આવી છે. સહકારી ક્ષેત્રમાં અનાજ સંગ્રહ ક્ષમતા વધારવા માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની (Anurag Thakur) મીડિયા સાથે થયેલી વાતચીત દરમિયાન જણાવ્યુ હતું કે આજની કેબિનેટ બેઠકમાં સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી ખાદ્ય સંગ્રહ યોજનાને મંજૂરી આપવાનો કેબિનેટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અનુરાગ ઠાકુરે વધારે કહ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ 1450 લાખ ટનની ખાદ્ય સંગ્રહ ક્ષમતા છે અને હવે સહકારી ક્ષેત્રમાં 700 લાખ ટન સંગ્રહ ક્ષમતા શરૂ થશે.

1 લાખ કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના શરૂ થશે
અનુરાગ ઠાકુરે કહ્યુ કે અમે લગભગ 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના શરૂ કરવા જઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આજની બેઠકમાં સિટીઝ (Citiis) 2.0 શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ભાગો સિટીઝ (Citiis) 1.0 જેવા જ રહેશે. આ માટે 1,866 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

સહકારી મંડળીઓને ગતિશીલ બનાવવા માટે કેટલાંક મહત્વાના પગલાં લેવામાં આવ્યાં
અનુરાગ ઠાકુરે કહ્યું કે સહકારી મંડળીઓને ગતિશીલ બનાવવા માટે કેટલાંક મહત્વાના પગલાં લેવામાં આવ્યાં છે. દરેક બ્લોક વાઈઝ બે હજાર ટનની સંગ્રહ ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવામાં આવશે. જેમાં ભારત વિશ્વમાં અનાજના સૌથી મોટા ઉત્પાદકોમાંનો એક કહેવા છે.

ભારતમાં અનાજની સંગ્રહ ક્ષમતા વાર્ષિક ઉત્પાદનની માત્ર 47 ટકા
આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન, યુએસએ, બ્રાઝિલ, રશિયા, આર્જેન્ટિના વગેરે જેવા તમામ મુખ્ય ઉત્પાદક દેશો તેમના વાર્ષિક ઉત્પાદન કરતાં વધુ સંગ્રહ ક્ષમતા ધરાવે છે. પરંતુ ભારતમાં અનાજની સંગ્રહ ક્ષમતા વાર્ષિક ઉત્પાદનની માત્ર 47 ટકા છે. જે કારણેસર અનાજનો બગાડ થાય છે.

Most Popular

To Top