National

નવા વર્ષના પહેલા જ દિવસે આંદોલન, અમદાવાદ- દિલ્હી સહિત દેશભરમાં લાખો જૈનો રસ્તા પર ઉતર્યા

અમદાવાદ: વર્ષ 2023ના પહેલા જ દિવસે વર્ષના પ્રથમ મોટા આંદોલનની (agitation) તસવીર સામે આવી છે. દેશભરમાં લાખો જૈન સમાજના (Jain Samaj) લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. હાથમાં બેનરો તેમજ સૂત્રોચ્ચાર સાથે તેઓ રસ્તા પર ઉતર્યા છે. આ આંદોલન કરનારોએ જૈન લોકો છે અને તેઓ તેમના જૈન મુનિઓના જયકાર કરી રહ્યા છે આ સાથે તેઓ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ (Ahmedabad), દિલ્હી (Delhi) અને મુંબઈ (Mumbai) સહિતના અનેક નાના-મોટા શહેરોમાં આ વિરોધ (Protest) જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે “શ્રી સમેદ શિખર તીર્થ” ને પર્યટન સ્થળ બનાવવા અને શત્રુંજય પર્વત પર ભગવાન આદિનાથના પગ તોડવા સામે જૈન સમાજ વિરોધ કરી રહ્યો છે.તેમની માંગ છે કે સમેદ શિખરને પ્રવાસન કેન્દ્ર ન બનાવવું જોઈએ. ચરણ પાદુકા તોડનારાઓ સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. .શત્રુંજય પર્વત પાલીતાણામાં આવેલો છે અને જૈન સમાજનું સંમેદ શિખર પછીનું સૌથી મોટું તીર્થ સ્થાન છે.

જૈન તીર્થસ્થાન શ્રી સમેદ શિખરજીને પ્રવાસન સ્થળમાં રૂપાંતરિત કરવાના નિર્ણયને પાછો ખેંચવાની માગણી માટે દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના પાલિતાણામાં પણ જૈન મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી, આ બંને બાબતોને લઈને મુંબઈમાં જૈન સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે. તો બીજી તરફ AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ જૈન સમુદાયના લોકોને સમર્થન આપ્યું છે.

દિલ્હીમાં જૈનો પ્રગતિ મેદાનમાં એકઠા થયા અને ઈન્ડિયા ગેટ તરફ જઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં ઝારખંડ સરકારના નિર્ણય વિરુદ્ધ મેમોરેન્ડમ સબમિટ કરશે. તેમનો વિરોધ ઝારખંડ સરકાર દ્વારા સમેદ શિખરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવા સામે છે. તેઓ માને છે કે આનાથી સમેદ શિખરને નુકસાન થશે. તેમજ જૈન સમાજની લાગણી દુભાશે.

ઝારખંડ સરકારના નિર્ણયનો વિરોધ
અમદાવાદ, દિલ્હી અને મુંબઈમાં જૈન સમુદાયના લોકો ઝારખંડ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી એમપી લોઢાએ કહ્યું કે અમે ગુજરાતના પાલિતાણામાં જૈન મંદિરની તોડફોડ અને શ્રી સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળમાં પરિવર્તિત કરવાના ઝારખંડ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છીએ. ગુજરાત સરકારે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. સાંસદ લોઢાએ કહ્યું કે આજે મુંબઈમાં પાંચ લાખ લોકો રસ્તા પર છે.

દિલ્હી, મુંબઈ અને અમદાવાદમાં રેલી યોજાઈ
દિલ્હીમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકોએ રેલી કાઢી હતી. હજારો લોકો ઈન્ડિયા ગેટ પર પહોંચી ગયા છે. તેમના હાથમાં ધ્વજ અને પોસ્ટર બેનર છે. રેલીને રોકવા માટે પોલીસે બેરીકેટ્સ ગોઠવવા પડ્યા હતા. પરંતુ તેમ છતાં લોકો બેરીકેટ પર ચઢીને વિરોધ કરી રહ્યા છે. તે જ સમયે, મુંબઈમાં પણ આવું જ દર્શય જોવા મળ્યું છે. રસ્તા પર ભારે ભીડ હતી. પોતાના તીર્થસ્થળને પ્રવાસન સ્થળ બનાવવા સામે હજારો લોકો રસ્તા પર આવી ગયા છે. જાણે મુંબઈમાં રહેતા દરેક જૈન પરિવારમાંથી એક યા બીજા સભ્ય આ મેગા રેલીમાં ભાગ લેવા નીકળ્યા હોય. આ ઉપરાંત પ્રથમ વખત જૈન સમાજના એક લાખ લોકોએ અમદાવાદના રોડ પર પોતાની શક્તિ પ્રદર્શન કર્યું હતું. એક લાખ લોકોએ દસ કિલોમીટર સુધી કૂચ કરી હતી. તેમના હાથમાં પ્લેકાર્ડ હતા, જેના પર લખવામાં આવ્યું હતું કે જૈન સમાજની સંખ્યા ઓછી છે પરંતુ તે કમજોર નથી. મોટી વાત એ છે કે રેલીના મંચ પર વડાપ્રધાન મોદીની માતા હીરા બાનો ફોટો લગાવવામાં આવ્યો હતો.

આ આંદોલન પાછળનું કારણ શું છે?
ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથ પહાડીઓ પર સ્થિત સંમેદ શિખરજી જૈન સમુદાયનું સૌથી મોટું તીર્થધામ છે. જૈન સમાજ “શ્રી સમેદ શિખર તીર્થ”ને પ્રવાસન સ્થળ બનાવવાનો વિરોધ કરી રહ્યો છે. શ્રી સમેદ શિખર તીર્થ ઝારખંડમાં આવેલું છે. તેની પાછળની દલીલ એવી છે કે તેને પર્યટન સ્થળ બનાવવાથી તીર્થની પવિત્રતા જોખમાય છે. પ્રવાસીઓ સ્થળનું નિર્માણ કરવાનો નિર્ણય ઝારખંડ સરકારે લીધો છે.આપને જણાવી દઈએ કે શ્રી સમ્મેદ શિખર તીર્થ જૈન સમાજનું સર્વોચ્ચ તીર્થ છે.તે જૈન સમાજની આસ્થાનું મોટું કેન્દ્ર છે.જૈન સમાજના 24માંથી 20 તીર્થંકરોએ અહીં મોક્ષ મેળવ્યો હતો. તે ધર્મના તીર્થધામ તરીકે ઓળખાય છે. આ તીર્થસ્થાન ‘પારસનાથ પર્વત’ તરીકે પણ ઓળખાય છે. શ્રી સમ્મેદ શિખર યાત્રાધામ ઝારખંડના ગિરિડીહમાં છે.

Most Popular

To Top