Business

ભારતનો માઇકલ ફેલપ્સ કહેવાતો ‘ફ્લાઇંગ ફિશ’ સિવા શ્રીધર કોણ છે

સ્વીમિંગ જગતમાં એક એવી પ્રસિદ્ધ લાઇન છે કે તે તરતો નથી, તે પાણીમાં ઉડે છે… આ લાઇન બીજા કોઇ માટે નહીં પણ પ્રસિદ્ધ અને ચેમ્પિયન સ્વીમર માઈકલ ફેલ્પ્સ માટે પ્રખ્યાત છે, જો કે આજકાલ ભારતમાં પણ એક એવો સ્વીમર પાક્યો છે કે જેના માટે પણ આ વાક્ય કહેવું હોય તો કહી શકાય તેમ છે, કારણકે તેના પર પણ આ વાક્ય ફીટ બેસે તેવું તેનું પ્રદર્શન રહ્યું છે. જે રીતે ઇંગ્લિશ સ્વિમર ફેલ્પ્સે 2008 ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ મેડલ જીતીને વિશ્વ મંચ પર પોતાનું નામ નોંધાવ્યું હતું, તેવી જ રીતે શિવ શ્રીધરે જૈન યુનિવર્સિટી માટે ખેલો ઇન્ડિયા-2021માં 7 ગોલ્ડ સહિત 9 મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. એટલલેથી નહીં અટકતા આ MBA સ્ટુડન્ટે ઘણા રેકોર્ડ પણ તોડ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં સિવા શ્રીધરે જણાવ્યું હતું કે તેનું સપનું એશિયન ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કરવાનું છે અને પછી ઓલિમ્પિક ગેમ્સમાં દેશ માટે ગોલ્ડન ડાઈવ કરવાનું છે. શિવ પોતાની સુવર્ણ યાત્રા વિશે કહે છે, ‘સાડા ચાર વર્ષની ઉંમરથી સ્વીમિંગ કરે છે. જો કે, એકવાર મારા મગજમાં આ રમત છોડવાનો વિચાર પણ આવ્યો, પરંતુ પરિસ્થિતિ બદલાઈ અને જુઓ આજે મેં 7 ગોલ્ડ સહિત 9 મેડલ જીત્યા છે.

કોઈમ્બતુરમાં ટેનિસ રેકેટ પકડ્યું, પરંતુ કોચના નકારે રમત બદલી નાંખી
તેણે કહ્યું, ‘હું પહેલા કોઈમ્બતુરમાં રહેતો હતો. અહીં પિતા એક કંપનીમાં મેનેજર હતા. તેઓ ઈચ્છતા હતા કે હું રમતગમતમાં જાઉં અને તેથી ખૂબ જ નાની ઉંમરે તેમણે મને ટેનિસનું રેકેટ પકડાવી દીધું. જો કે તે સમયે મારા કોચનું માનવું હતું કે હું આ રમતમાં સારો દેખાવ કરી શકીશ નહીં અને કોચના આ નકાર પછી હું ટેનિસ કોર્ટ છોડીને સ્વીમિંગ પુલ ભણી વળ્યો અને , સ્વિમિંગમાં જોડાઈ ગયો. સૌપ્રથમ મને હરિ સર દ્વારા કોચિંગ આપવામાં આવ્યું હતું. જ્યારે મેં તેમની દેખરેખ હેઠળ જુનિયર સ્તરે સારું પ્રદર્શન કર્યું ત્યારે તેમણે કહ્યું હતું કે મારે એડવાન્સ ટ્રેનિંગ માટે ચેન્નાઈ અથવા બેંગ્લોર જવું જોઈએ.

MBA સાથે રમતમાં શ્રેષ્ઠતાનો ઝંડો લહેરાવ્યો
સિવા શ્રીધરે કહ્યું હતું કે, 2017માં બેંગ્લોર પરત ફર્યા બાદ, 6 મહિનામાં જ મારું પ્રદર્શન ફરી સારું થવા લાગ્યું, તેથી મેં મારો વિચાર બદલી નાખ્યો. હું જૈન યુનિવર્સિટીમાંથી MBA કરું છું. મને અહીં ઘણી મદદ મળી. સારા આહારની સાથે મને આર્થિક સ્વતંત્રતા પણ મળી. મેં મારી રમત પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. પ્રોફેસરો પણ અહીં સારા છે. જો હું ક્લાસ એટેન્ડ કરવા સક્ષમ ન હોઉં, તો તેઓ ઑનલાઇન ક્લાસ આપીને અભ્યાસમાં ઘણો ટેકો આપે છે. હું એશિયન ચેમ્પિયનશિપની તૈયારી કરી રહ્યો છું, જેની ટ્રાયલ 2 મહિના પછી રાજકોટમાં યોજાવાની છે. અને હું તેમાં ક્વોલિફાઇ થવાની આશા રાખું છું.

દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા કોચ પ્રદીપે તેના જીવનનું ઘડતર કર્યું
કોઇમ્બતૂરથી બેંગ્લોર આવવાને કારણે પોતાનું જીવન કેવી રીતે બદલાઈ ગયું તે અંગે શ્રીધર કહે છે કે, અહી આવ્યા પછી હું દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા સ્વીમિંગ કોચ પ્રદીપ કુમાર સર સાથે જોડાયો. તેમણે મને ઘણી મદદ કરી. આ જ કારણ છે કે હું 2018માં કંપનીની શિષ્યવૃત્તિ હેઠળ દક્ષિણ આફ્રિકાની તાલીમ માટે ગયો હતો. ત્યાં જવું એ સારી તક સાબિત થઈ હોત, પરંતુ ખરાબ આહારને કારણે મારું પ્રદર્શન સતત બગડતું જતું હતું. જેનાથી હું નિરાશ થયો. મારે ઘરે પરત ફરવું પડ્યું.

સિવા શ્રીધરે જીતેલા ગોલ્ડ અને સિલ્વર
100 મીટર બેકસ્ટ્રોક (ખેલો ઈન્ડિયા રેકોર્ડ) ગોલ્ડ
200 મીટર બેકસ્ટ્રોક — ગોલ્ડ
200 મીટર વ્યક્તિગત મિડલે (ખેલો ઈન્ડિયા રેકોર્ડ) ગોલ્ડ
400 મીટર વ્યક્તિગત મિડલે (ખેલો ઈન્ડિયા રેકોર્ડ) ગોલ્ડ
100 મીટર બટરફ્લાય (ખેલો ઈન્ડિયા રેકોર્ડ) ગોલ્ડ
400 X 100 મીટર ફ્રી સ્ટાઇલ રિલે — ગોલ્ડ
400 X 200 મીટર ફ્રી સ્ટાઇલ રિલે — ગોલ્ડ
4 x 100 મીટર મિડલે — સિલ્વર
50 મીટર બેકસ્ટ્રોક — સિલ્વર

Most Popular

To Top