World

અમેરિકાના પાડોશી દેશ મેક્સિકોમાં પારો 50 ડિગ્રીને પાર, હીટવેવના લીધે 100ના મોત

મેક્સિકો: લેટિન અમેરિકી દેશ મેક્સિકોમાં (Mexico) ભયાનક ગરમી પડી રહી છે. મેક્સિકોમાં ગરમીનો પારો 50ને પાર જતો રહ્યો છે. હીટવેવના કારણે અત્યાર સુધી 100 લોકોના મોત (Death) થયાનો રિપોર્ટ સામે આવ્યો છે. આ આંક 2022ની તુલનામાં ત્રણ ગણો છે આ જાણકારી સ્વાસ્થય મંત્રાલયે આપી છે. આ રિપોર્ટ એવા સમયે સામે આવ્યો છે જ્યારે મેક્સિકોના રાષ્ટ્રપતિએ થોડાં દિવસ પહેલા દાવો કર્યો હતો કે પત્રકારો ગરમીના કારણે થયેલા મોતના આંક અને આ અંગેની જાણકારીઓ બઢાવી ચઢાવીને આપે છે.

કાળઝાળ ગરમીના કારણે વીજળીની માંગમાં પણ વિક્રમજનક વધારો, અધિકારીઓને વીજજોડાણ કાપવાની ફરજ
મેક્સિકોમાં કાળઝાળ ગરમીના કારણે વીજળીની માંગમાં પણ વિક્રમજનક વધારો થયો છે. ગરમીનો પાર 50ને પાર જતા લોકોમાં વીજળીની માગ વધી રહી છે જેના કારણે અધિકારીઓને અનેક જગ્યાએ વીજજોડાણ કાપવાની ફરજ પડી હતી. વીજજોડાણ કાપવાના કારણે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. દઝાડતી ગરમીના કારણે લોકોએ ઘરમાં બેસવાની ફરજ પડી છે. મંત્રાલયના એક અહેવાલ મુજબ બે તૃતીયાંશથી વધુ મૃત્યુ 18-24 જૂનની વચ્ચે થયા હતા, જ્યારે બાકીના મૃત્યુ ગયા અઠવાડિયે થયા હતા.

64 ટકા મૃત્યુ ટેક્સાસની સરહદે આવેલા ઉત્તરીય રાજ્ય ન્યુવો લિયોનમાં થયા
મેક્સિકોમાં સૌથી વધુ મોત ગરમીના કારણે તેમજ લૂના કારણે થયા છે. જ્યારે કેટલાકના મૃત્યુનું કારણ ડિહાઇડ્રેશન પણ હતું. જાણકારી મળી આવી છે કે જે આંક સામે આવ્યાં છે તેનાં 64 ટકા મૃત્યુ ટેક્સાસની સરહદે આવેલા ઉત્તરીય રાજ્ય ન્યુવો લિયોનમાં થયા છે.

વરસાદે લોકોને હીટવેવથી શાંતિ આપી
ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. લોકોને તેને સામાન્ય રીતે લઈ રહ્યાં છે પણ દિવસેને દિવસે તેની અસરો વિશ્વમાં વર્તાઈ રહી છે. મેક્સિકો તેનું હાલ જીવતુ જાગતુ ઉદાહરણ છે. મેક્સિકોમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 112 લોકોએ આકરી ગરમીના કારણે જીવ ગુમાવ્યા છે. તેમજ ગરમીનો પારો પર 50ને પાર ગયો હતો. તાજેતરના દિવસોમાં મેક્સિકોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકોને વરસાદની મહેર થવાથી રાહત મળી હતી. જો કે કેટલાંક ઉત્તરી શહેરોમાં હજુ પણ ઊંચુ તાપમાન નોંધાયું છે. 

Most Popular

To Top