SURAT

સુરતના વરાછાના પ્રૌઢને આ એપ ડાઉનલોડ કરવાનું મોંઘુ પડી ગયું

સુરત : ‘તમારૂ બિલ અપડેટ થયુ નથી લાઇટ બિલ (Light Bill) નહી ભરો તો તમારી લાઇટ (Light) કપાઇ જશે’, તેવો મેસેજ (Message) આપીને વરાછા વિસ્તારમાં રહેલા પૌઢને ચીટર દ્વારા છેતરવામાં આવ્યા હતા અને રૂ. 99940ની છેતરપિંડી (Fraud) કરવામાં આવી હોવાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં (Police Station) દાખલ થવા પામી હતી.

  • અજાણ્યા ઇસમે જુગલ કિશોરભાઇને ટીમ વ્યુવર એપ ડાઉનલોડ કરાવી હતી
  • પીન નંબર આવતાની સાથે જ અજાણ્યા ઇસમે સિફતાઇથી ખાતામાંથી 99940 રૂપિયા ચીટરે ઉંચકી લીધા

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે વરાછા વિસ્તારમાં રહેતા પ્રૌઢ કાપડ દલાલ તેમના વતન રાજસ્થાનમાં ગયા હતા. ત્યારે તેઓ પર મેસેજ આવ્યો કે તમે પેટીએમથી જે લાઇટ બિલ ભર્યુ છે તે ભરાયુ નથી. તેમાં કોઇ ટેક્નિકલ ખામી આવી છે. 52 વર્ષીય જુગલકિશોર હનુમાનદાસ જાવર (રહે, ત્રિકમ નગર, શિલ્પપાર્ક સોસાયટી, સદગુરૂ એપાર્ટમેન્ટ) દ્વારા પેટીએમથી 1210નુ લાઇટ બિલ ભર્યુ હતુ. બીજા દિવસે તેઓ પર મેસેજ આવ્યો કે તમારૂ બિલ અપડેટ થયુ નથી. આ મેસેજ આવ્યા બાદ પ્રિપ્લાન બીજા દિવસે ચીટરનો ફોન આવ્યો હતો અને તેમાં તમારૂ લાઇટ બિલ બાકી છે જો નહી ભરો તો અમે કાપી જઇશુ.

આ અજાણ્યા ઇસમે જુગલ કિશોરભાઇને ટીમ વ્યુવર એપ ડાઉનલોડ કરાવી હતી. જેથી ફરીથી કોઇ તકલીફ પડે નહી. તેમ સમજાવીને આ એપ્લીિકેશન ડાઉન લોડ કરાવી લીધી હતી. આ ચીટરની વાતમાં આવી જઇને એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી હતી. આ ઉપરાંત જુગલકિશોર પાસે પીન નંબર ચીટરે માંગી લીધો હતો. તથા તેમના એકાઉન્ટમાં રૂ. 10 નાંખવા જણાવ્યુ હતુ. આ ચીટરે તેના એકાઉન્ટમાં રૂ. 10 જમા કરાવી લીધા હતા. પીન નંબર આવતાની સાથે જ સિફતાઇથી ખાતામાંથી 99940 રૂપિયા ચીટરે ઉંચકી લીધા હતા. દરમિયાન જુગલકિશોરભાઇને ખબર પડતા તેઓએ વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરાવ્યો હતો.

Most Popular

To Top