Gujarat

લગ્નના માંડવે જ દુલ્હનને લેવા યમરાજ આવ્યા, પરિવારે જાન પાછી ન જાય એટલા માટે અપનાવી આ યુકિત

ગાંધીનગર: ભાવનગર શહેર વિસ્તારમાં રાઠોડ પરિવારની 2 દીકરીઓનાં લગ્ન (Marriage) હતા. લગ્નની જાન પણ આવી ગઈ હતી. આ દરમિયાન અચાનક જ બે પૈકી એક દીકરીનું હાર્ટએેટેકથી મૃત્યુ (Death) થતાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. જોકે, આ ગમગીન માહોલમાં પણ માંડવે આવેલી જાન પાછી ન જાય તે માટે પરિવારે મૃતકની નાની બહેનને પરણાવી હતી એટલે કે વરરાજાની જે સાળી થવાની હતી તેને પરણેતર થવાનો યોગ સર્જાયો હતો.

  • ભાવનગરના સુભાષનગરમાં એક સાથે બે દિકરીઓનાં લગ્ન લેવાયા હતા
  • જાન માંડવે આવે તે પહેલાં જ એક દિકરીનું હાર્ટએટેકથી મોત થતાં લગ્નનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો

ભાવનગરમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે. જે ઘરે આજે એક સાથે બે- બે દીકરીના અને એક દીકરાના એક સાથે જ લગ્ન લીધા હતા અને ઘરે લગ્નના ગીતો ગવાઇ રહ્યાં હતા ત્યારે બે પૈકી એક દીકરીનું હાર્ટ એટેકથી એકાએક મોત થતા સૌ કોઇ શોક સાથે સ્તબ્ધ થઇ ગયા હતા. આ ગમગીન માહોલ વચ્ચે પરિવારે મહત્વનો નિર્ણય લીધો. માંડવે આવેલી જાન પાછી ન જાય તે હેતુથી પરિવારે મૃતકની નાની બહેનને વરરાજા સાથે પરણાવી હતી. નારીગામના આલગોતર રાણાભાઈ બુટાભાઈના દીકરા વિશાલ સાથે તેમની નાની દીકરી પરણાવી હતી. એટલે કે મૃતકની નાની બહેન જે વરરાજાની સાળી થવાની હતી તેની પરિણીતા થવાનો યોગ સર્જાયો હતો.

લગ્નમાં મરશિયા ગાવાની સ્થિતિનું થયું નિર્માણ
આજે ભાવનગર ખાતે સુભાષનગર વારિયા વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના જીણાભાઈ ભકાભાઈ રાઠોડની એક સાથે બે દીકરીના લગ્ન હોય ભારે ઉત્સાહભર્યો માહોલ હતો અને લગ્નગીતોથી વાતાવરણ ગુંજતું હતુ. એક દીકરી હેતલના લગ્નની જાન નારીના આલગોતર રાણાભાઈ બુટાભાઈ આલગોતરના દીકરા વિશાલની આવી હતી. પરંતુ કુદરતને કંઇક અલગ જ મંજૂર હતું. જીણાભાઈની દીકરીને ચક્કર આવ્યા અને બેભાન થયા બાદ 108માં સારવાર માટે લઇ જવાઇ પણ તબીબે જણાવ્યું હતું કે આ દીકરીનું એકાએક એટેક આવતા નિધન થયું હતુ. જેથી જ્યાં લગ્નની શરણાઇઓ ગુંજતી હતી ત્યાં મરશીયા ગાવા પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી.

Most Popular

To Top