Entertainment

વેલેન્ટાઈન ડેના દિવસે સુપર કુલ કપલ હાર્દિક અને નતાશાએ કર્યા ફરીવાર લગ્ન

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર (Crickter) હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવિક સાથે ફરી લગ્ન (Marriage) કર્યા છે. બંનેના લગ્ન ઉદયપુરમાં થયા હતા. હાર્દિકે વર્ષ 2020માં નતાશા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા, તે સમયે કોવિડ-19ને (Corona) કારણે બહુ ઓછા લોકોએ તેઓના લગ્નમાં હાજરી આપી હતી. અને ત્યાર પછી ક્રિકેટર હાર્દિકને તેના મેચના શીડયુલના કારણે ટાઈમ મળતો ન હતો. હવે હાર્દિક પંડ્યા અને નતાશાએ વેલેન્ટાઈન ડેના અવસર પર ત્રણ વર્ષ પછી ફરી લગ્નગ્રંથિથી જોડાયા છે. જાણકારી મળી આવી છે કે તેઓએ ઈસાઈ ધર્મની રીતિ પ્રમાણે લગ્ન કર્યા હતા.

લગ્ન પછી ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા હાર્દિકે લખ્યું હતું કે અમે ત્રણ વર્ષ પહેલા લીધેલા વચનને પુનરાવર્તિત કરીને પ્રેમના આ ટાપુ પર વેલેન્ટાઈન ડે ઉજવ્યો છે. અમારા પ્રેમની ઉજવણી કરવા માટે અમારો પરિવાર અને મિત્રો અમારી સાથે છે તે માટે અમે ખરેખર આશીર્વાદિત હોઈએ તેવું અનુભવીએ છીએ. લગ્નમાં હાર્દિક પંડ્યાએ બ્લેક ટેક્સૂડો સૂટ પહેર્યો હતો. જ્યારે નતાશા સફેદ ગાઉનમાં જચી રહી હતી. તેઓનો પુત્ર અગસ્થય પણ કાળા કોર્ટમાં જોવા મળ્યો હતો. લગ્નને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો છે. વાયરલ થયેલી વીડિયો ક્લિપમાં હાર્દિક બોલિવૂડના એક ગીત પર ટ્યુન કરી રહ્યો છે અને તેના હાથમાં શેમ્પેનની બોટલ પણ છે. નતાશા પણ ચીયર્સ કરતી જોવા મળે છે.

ભારતીય ટીમના ધણાં ખેલાડીઓ હાર્દિક તેમજ નતાશાના લગ્નમાં આવ્યાં હતા. જેમાં ઈશાન કિશન, કમેંટર તેમજ એંકર જતિન સપ્રુ, હાલમાં જ લગ્નગ્રંથિથી જોડાયેલ સુપર કુલ કપલ આથિયા શેટ્ટી તેમજ કે.એલ રાહુલ ઉપરાંત કોહલી અને અનુષ્કા જોવા મળ્યાં હતા.

બોલિવુડ અને ક્રિકેટમાં એક અલગ જ માહોલ બની રહ્યો છે. એક પછી એક કપલ લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યું છે. ક્રિકેટની દુનિયાનાના વિરાટ કોહલી બોલિવુડની એકટ્રેસ અનુષ્કા શર્મા પછી ધણાં કપલ લગ્નના પવિત્ર બંધનથી બંધાયા છે. હાલ આથિયા શેટ્ટી તેમજ કે.એલ રાહુલ તેમજ અક્ષપ પટેલ અને મેહા પટેલ લગ્ન ગ્રંથિથી જોડાયા છે. હાર્દિક પંડ્યા અને નતાશાની વાત કરીએ તો તેઓએ વર્ષ 2020માં લગ્ન કરી લીધા હતા હાલ તેઓને અગસ્થય નામનો પુત્ર પણ છે. આ કપલે વેલેન્ટાઈન્સ ડેના દિવસે પોતાની ડ્રીમી વેડિંગ પૂર્ણ કરી હતી. બોલિવૂડ એકટ્રેસ નતાશા તેમજ ક્રિકેટ કિંગ હાર્દિક ઈંડસ્ટ્રીના સુપર કુલ કપલમાંના એક માનવામાં આવે છે. આ કપલે વર્ષ 2020માં ઉદયપુરમાં કોર્ટ મેરેજ કર્યા હતા તેમજ લગ્ન પહેલા જ આ કપલે બેબી બોયનું વેલકમ કર્યું હતું.

Most Popular

To Top