Dakshin Gujarat

આ રેલવે ફ્લાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાતા હવે ઉભરાટના દરિયા કિનારે ઝડપથી પહોંચી શકાશે

નવસારી (Navsari): ઉભરાટના (Ubhrat) દરિયા કિનારે (Sea Beach) જવા માંગતા નવસારી, સુરતના (Surat) લોકોને ખૂબ જ લાંબો ચકરાવો લેવો પડતો હતો તે હવે નહીં લેવો પડે. આજે નવસારીના સાંસદ સી.આર. પાટીલે (MP CRPatil) ઉભરાટ તરફ જતો મરોલી ઉભરાટ રેલવે લાઈન ક્રોસિંગ ફ્લાય ઓવર બ્રિજનું (Railway Crossing Flyover Bridge) લોકાર્પણ કર્યું છે. આ બ્રિજ ખુલ્લો મુકાતા હવે ખૂબ જ સરળતાથી ટ્રાફિકમાં ફસાયા વિના ઝડપથી ઉભરાટ તરફ જઈ અને આવી શકાશે. વીકએન્ડ પર ઉભરાટના દરિયા કિનારે સહેલગાહ માટે જતા સુરતના લોકોને તેનો ખૂબ ફાયદો થશે.

  • નવસારીના સાંસદ સી.આર. પાટીલે મરોલી ઉભરાટ રેલવે લાઈન ક્રોસિંગ ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું
  • નવસારી જિલ્લામાં આ અગાઉ 4 રેલવે ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લા મુકાયા છે
  • રેલવે ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાતા ઉભરાટ જવું સરળ બન્યું
  • મરોલી-ઉભરાટના રોડ પર ટ્રાફિકની સમસ્યા ઘટશે

પ્રાપ્ત માહિતી નવસારી જિલ્લામાં રેલવે લાઈન ક્રોસિંગ પર રેલવે ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે. તે પૈકી 4 ફલાય ઓવર બ્રિજ અત્યાર સુધી ખુલ્લા મુકવામાં આવ્યા છે ત્યારે આજે સાંસદ સી.આર. પાટીલે વધુ એક બ્રિજ ખુલ્લો મુક્યો છે. રૂપિયા 32.90 કરોડના ખર્ચે તૈયાર થયેલા મરોલીથી ઉભરાટને જોડતા રેલવે ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કર્યું હતું. ધારાસભ્ય આર.સી. પટેલે પણ રીબીન કાપી હતી. આ પ્રસંગે નવસારી-સુરતના ભાજપના આગેવાનો હાજર રહ્યાં હતાં.

તમને જણાવી દઈએ કે રેલવે ફાટકના લીધે વાહનચાલકોનો સમય વેડફાતો હતો. તેથી જિલ્લાના તમામ રેલવે ફાટક ઉપર રેલવે ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની સ્થાનિક રહીશો દ્વારા માંગણી કરવામાં આવી હતી. તેની મંજૂરી મળતા છેલ્લાં ઘણા સમયથી નવસારી જિલ્લામાં રેલવે ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ હતી. અગાઉ 4 ફ્લાય ઓવર બાદ આજે 5મો રેલવે ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયો છે. ઉભરાટ દરિયા કિનારે મોટી સંખ્યામાં સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી સહેલાણીઓ ફરવા જતા હોય છે તેઓને રેલવે ફાટક પર કલાકો સુધી ઉભા રહેવું પડતું હતું. જેથી સમય બગડતો હતો. પણ હવે ઓવર બ્રિજ બનતા દરિયા કિનારે ઝડપથી જઈ શકાશે.

Most Popular

To Top