Business

પ્રસાદમાં પણ બન્યા ગણપતિના અનેક ચહેરા

ગણેશચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સુરતીઓએ ફરી એક વખત સેલિબ્રેશનની તૈયારીઓ શરુ કરી દીધી છે. સરકારે આ વર્ષે ગણપતિની ૪ ફૂટ સુધીની જ મુર્તિની પરમિશન ભલે આપી હોય પણ સુરતીઓએ પોતાની ક્રિએટીવીટીથી યુનિક અને ખાઈ શકાય તેવા ગણપતિ બનાવીને તેને પ્રસાદ તરીકે લોન્ચ કર્યા છે. આ વર્ષે સિટીમાં ગણેશ આરતીના પ્રસાદમાં પણ ખાઈ શકાય તેવા ગણપતિનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

મોદક ગણપતિ

દર વર્ષે પ્રસાદમાં ગણપતિના પ્રિય મોદકનો પ્રસાદ પિરસવામાં આવે છે પરંતું આ વર્ષે ગણપતિના આકારમાં મોદક બનાવવામાં આવ્યા છે. જેમાં મોદક પર ગણપતિનો ચહેરો ક્રિએટ કરવામાં આવ્યો છે. સુરતીઓ આ વર્ષે ગણપતિના પ્રસાદમાં ખાલી મોદકની જગ્યાએ ગણપતિની મુર્તિ આકારના મોદક પિરસશે.

ગણપતિનું સલાડ

સુરતીઓએ ગણપતિની થાન પર સલાટની ડીશ તૈયાર કરી છે. આ ડીશમાં જ આરતી કરીને આ સલાડને પ્રસાદ તરીકે વહેંચવામાં આવશે. જેમાં ડીશમાં કેળના પાન પર ગાજર, બીટ, દાડમ, કીવી તેમજ ફ્રુટના લોલિપોપ બનાવીને ગણપતિની થાળ પર સલાડની ડીશ ડેકોરેટ કરવામાં આવી છે.

ગ્રીન ગણપતિ

સુરતીઓએ ગ્રીન વેજીટેબલમાં પણ ક્રિએટીવીટી કરીને તેમાંથી ગ્રીન ગણપતિ બનાવ્યા છે. જેમાં ગ્રીન વેજીટેબલ જેવા કે તુરીયા, કાકડી, દુધી, કેપ્સિકમ, લીંબુ, ટામેટા અને શક્કરીયાનો ઉપયોગ કરીને  તેને ગણપતિના આકારમાં કટ કરીને ગ્રીન ગણપતિ ક્રિએટ કર્યા છે. આ વર્ષે આ પ્રકારના ગણપતિ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે

Most Popular

To Top