Dakshin Gujarat

મોસાલી,ભરૂચ અને ઉમરપાડા વિસ્તારમાં ચોરી કરનારા બે આરોપી ઝડપાયા

વાંકલ: માંગરોળ (Mangrod) તાલુકાના મોસાલી ચાર રસ્તાથી ભરૂચ (Bharuch) સિટી પોલીસ (Police) સ્ટેશન અને ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને એસઓજી (SOG) ટીમે ઝડપી લીધા હતા. એસઓજી ટીમ માંગરોળ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, ભરૂચ સિટી ડિવિઝન અને ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપી મોસાલી ચાર રસ્તા પાસે ઊભા હોવાની બાતમી મળી હતી. આ સમયે રેડ કરાતાં સ્થળ ઉપરથી આરોપીઓ ઝડપાઈ ગયા હતા. તેમની પૂછપરછ કરતાં પોતાનું નામ અજય મંજી વસાવા અને બીજો આરોપી જગદીશ ઉર્ફે બાબર ઝહેરસિંહ વસાવા હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછમાં આરોપીએ ભરૂચ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર અને ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના 66 કે.વી. સબ સ્ટેશનમાં વિવિધ સામાનની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

લોખંડની ચોરી કરનાર ચાર મહિલા સહિત છ પકડાયા

કામરેજ: ત્રણ દિવસ અગાઉ પાલી ગામા મુંબઈ એકસપ્રેસ હાઈવેની કામગીરી કરતી એજન્સીની સાઈટ પર થી લોખંડના સળીયા,સેન્ટીંગની પ્લેટ,કોપર કેબલ મળી કુલ્લે 2,78,000ની ચોરી કરનાર ચાર મહિલા સહિત કુલ્લે 6 લોકોને કામરેજ પોલીસે પકડી પાડયા હતા.કામરેજ તાલુકા પાલી ગામે વડોદરા મુંબઈ એકસપ્રેસ હાઈવેની કામ કરતી એજન્સીની સાઈટ પર ગત ગુરુવારના રોજ રાત્રિના લોખંડના સળીયા 8500 કિલો કિંમત રૂપીયા 1,70,000 રૂપીયા સેન્ટીંગ મટીરીયલની પ્લેટ નંગ 50 કિંમત 80,000 રૂપીયા,કોપર કેબલ 40 મીટર કિંમત 28000 રૂપીયા મળી કુલ્લે 2,78,000 રૂપીયાની ચોરી થતાં કામરેજ પોલીસે ચોરી કરનાર સાહિલ મજીદ શેખ,અનિશ તસલીમ શેખ ,મીનાક્ષી મનોજ પાઠરકર ,દારકીબેન મગનભાઈ ખલશેખ,નંદાબેન પ્રકાશભાઈ પાથરકર,સવિતાબેન અનિલભાઈ કસાબને ઝડપી લીધા હતા.

2,50,000 રૂપીયાનો મુદામાલ પકડી પાડયો
ચોરીના મુદામાલ સાથે બે ઓટો રીક્ષા નંબર જીજે 19 ડબ્લયુબી 0380 અને જીજે 19 યુ 3259 માં પાલી થી મીરાપુર જતાં રોડ પર પકડી પાડયા હતા.પુછપરછ દરમિયાન ચોરી કરેલો મુદામાલ લેનાર એહમદ ઉર્ફે ભીખો કાલુ ખટીક રહે.સિવિલ કોર્ટની સામે બારડોલીને પણ પકડી પાડી 2,50,000 રૂપીયાનો મુદામાલ પકડી પાડયો હતો.જયારે ચોરીનો મુદામાલ લેનાર અન્ય ગફર અજીત પટેલ રહે.બારડોલી ફરાર થઈ ગયો હતો.

Most Popular

To Top