Comments

મેન : નક્સલીઓની ગઢના કાંગરા ખરી રહ્યાં છે : શું સરકાર ફાયદો ઊઠાવશે?

Madhya Pradesh to form its own force for internal security, fight naxalism  - The Economic Times

આ નવેમ્બર મહિનો માઓવાદીઓ માટે ઘાતક પુરવાર થયો છે. ગઇ 13 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને છત્તીસગઢની સીમા પર  આવેલા ગ્યારાપટ્ટી જંગલમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) દ્વારા સતત 10 કલાકના એન્કાઉન્ટર બાદ 26  નક્સલીઓમાં ઢીમ ઢાળી દેવાયા. બીજા ડઝલબંધને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા. વરસ 2011માં કિશનજી નામના  નક્સલીઓના મોટા માથાનો પોલીસ હણી કાઢ્યો હતો. ત્યારપછી માઓવાદીઓ માટે આ સૌથી મોટો કુટારાઘાત છે. વચ્ચે  તેણીએ વારંવાર કોંગ્રેસી નેતાગણ અને પોલીસ બળોને નિશાન બનાવી જાનમાલની મોટી હાનિ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર  મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નક્સલીઓનો સફાયો કરવાની જાહેરમાં હિમાયત કરતા હતા.

પરંતુ વરસો સુધી  એમણે માત્ર જીભ ચલાવી હતી અને કોઇ સક્રિયતાના દર્શન કરાવી ન હતા. ત્યાં સુધી કે છત્તીસગઢમાં ભાજપના રમણ સિંહની  સરકાર હતી ત્યારે પંજાબના સુપરકોપ એચ.એસ. ગિલને છત્તીસગઢ સરકારના સલાહકાર તરીકે નિમવામાં આવ્યા હતા. શ્રી ગીલે રમણ સિંહ પાસે જઇને નક્સલીઓના સફાયા માટે વાત કરવા માગી તો રમણ સિંહે એમને કહ્યું હતું કે એ બાબતમાં  આપણે કશું કરવાનું જ નથી. તમે નોકરીનો આનંદ ઉઠાવો. શ્રી ગલને સમજાયું કે માત્ર દેશના લોકોની આંખમાં ધૂળ નાખવા  એમની નિક્યુતી કરાઇ છે. વાસ્તવમાં સરકારની માઓવાદનો અંત આપવાની કોઇ ઇચ્છા નથી. એમણે રમણ સિંહની સલાહ  જાહેરમાં છતી કરીને નોકરી છોડી દીધી હતી.

આ બતાવે છે કે નક્સલીઓને ટકાવી રાખવાની નેતોઅીન ખૂનરેજીઓને ધબકતી રાખવાની કોઇ મોટી સાજીશ હતી. તેમાં ખૂબ  મોટી તાકાતો રોકાયેલી હતી. જે લોકો વિદેશમાંથી વિમાન ભરીને શસ્ત્રો લઇ આવ્યા અને પુરુલિયાના જંગલોમાં વિમાનમાંથી  ફેક્યા તેઓ પડકાયા તો પણ કોઇ મહત્ત્વની કાર્યવાહી વગર છોડી દેવામાં આવ્યા. તેઓના દેશોને સોંપી દેવાયા અને એ રહસ્ય  હજી રહસ્ય જ છે. મનમોહન સિંહની સરકાર અંતે આ આખું કાવતરું દબાવી દેવાયું હતું. ઢબૂરી દેવાયું હતું. દેશના તમામ  સત્તાવાળાઓ આટલી નપાવટ રીતે, કાપર બનીને વરતે ત્યારે પ્રજાનો માનસિક ભરોસો તૂટી જ જાય. કોંગ્રેસ માટે સત્તા ટકાવી  રાખવા આ જરૂરી હતું. પભાજપે આ બાબતમાં કોઇ મીર માર્યો ન હતો. જ્યારે જ્યારે નક્સલીઓએ ઘાત મારીને  સીઆરપીએફના જવાનોનો અને નાગરિકોનો મોટી સંખ્યામાં સંહાર કર્યો હતો ત્યારે ભાજપની કાયરતા પણ પ્રસિધ્ધિ પામતી  હતી.

સીઆરપીએફના વડાઓ પણ મભમ ભાષામાં સરકારના વલણની ટિકા કરતા રહેતા હતા. તેઓને છૂટો દૌર અપાતો ન હતો. લોકોને સ્પષ્ટપણે સમજાય કે નેતાઓ માટે દેશની સલામતી કરતા રાજકારત અને સતત વધુ મહત્ત્વના છે. પરંતુ હમણા કોઇક અકળ કારણસર પોલીસ દળોમાં કોઇ નવી ચેતનાનો દોરીસંચાર જણાય છે. નક્સલીઓ માટે હવે કબજો કરેલી ભૂમિમાં વસવાનું ભારે પડી રહ્યું છે. તેઓનો વિસ્તાર સંકોડાઇ રહ્યો લછે. કેડરો મરી રહી છે, મોટા માથાં પકડાઇ રહ્યા છે. માઓવાદ એટલે કે બળવાખોર બનવાની ફેશનમાં ફના થઇ ગયેલા નેતાઓ પોતપોતાના ઘરે પાછા કરી રહ્યાં છે. ગર્ભશ્રીમંત પારસી સજ્જન કેકોલાદ ગાંધી હવે લાકઠીના ટેકે મુંબઇમાં વસવા આવી ગયા છે. એ કહે છે કે કોઈ એક મરઘીને મારતું હોય તો તે તરફ જોવાની એમની હિંમત નથી. બીજી તરફ એ પણ ખરૂં છે કે એ ગાંધી (કે પછી ઘાંધી, જે હોય તે)ની વાતોથી પ્રેરાઈને જંગલના લોકોએ સેંકડો તદ્દન નિર્દોષ એવા નાગરિકોની હત્યાઓ કરી છે. લાગે છે કે એમની સ્થિતિ ‘વૃધ્ધા નારી પતિવ્રતા’ જેવી થઈ છે.

ખેર હમણા જે 26માઓવાદી માર્યા ગયા તેમાં 61 વરસના પ્રખર નકસલી મિલિન્દ તેલતુંબડે પણ હતા. એ સીપીઆઈના માઓવાદી પક્ષની સેન્ટ્રલ કમિટીના મેમ્બર હતા અને દેશમાં નકસલી પ્રવૃતીઓના મુખ્ય સંઘ સંચાલક હતા. બને મુખ્ય પ્રેરકબળ હતા. એમના માથા પર એક કરોડ રૂપિયાનું ઈનામ હતું. એ ઝપાઝપીના આગલા દિવસે, 12 નવેમ્બરના રોજ ઝારખંડના જંગલમાંથી અમુક લોકોને પકડવામાં આવ્યા હતા. તેમાંના એક 82 વરસના પ્રશાંત બોઝ હતા જેમનું બીજું નામ કિશન દા છે.

એ પણ મોસ્ટ વોન્ટેડ માઓવાદી હતા. ગીરદીહના જંગલો નજીક પશ્ચિમ વીરભૂમમાં સારંદા સાલ ખાને એમનો સટ્ટો હતો ત્યાં એ જઈ રહ્યા હતા ત્યારે એમની અને પાંચ સાથીઓની ધરપકડ થઈ હતી. સાથે એમનાં પત્ની શીલા મારન્ડી પણ હતી. 67 વરસનાં શીલા પોતે પણ સીપીઆઈ (માઓવાદી) પોલીટ બ્યુરોના તેમજ કોર કમિટીના સભ્ય છે. પ્રશાંત બોઝના માથા પર એક કરોડ રૂપિયાનું ઈનામ હતું. છેક 27 નવેમ્બર, 2011ના રોજ પશ્ચિમ બંગાળના મીદનાપોર જિલ્લાના બુરીશોલ જંગલોમાં માઓવાદી પોલીટબ્યુરોના મેમ્બર મલ્લોજુલા કોટેશ્વર સવ ઉર્ફ કિશનજીની પોલીસ સાથેનટ એન્કાઉન્ટરમાં હત્યા થઈ હતી. ત્યારબાદની આ સૌથી મોટી કઠણાઈ બેઠી. ગઈ નવમી નવેમ્બરે કેરળમાં વકીલમાંથી માઓવાદી બનેલા 51 વરસના બી.જી. કૃષ્ણમુર્તિ ઊર્ફ વિજયની અન્ય એક માઓવાદી સાથે ધરપકડ થઈ. એ બન્નેને એનઆઈએને સોંપવામાં આવ્યા છે.

છેલ્લાં ચાર મહીનામાં બીજા બે માઓવાદીના મરણ થયા છે અને બેને પોલીસ અથડામણમાં ઉપર પહોંચાડી દેવાય છે. છત્તીસગઢના જંગલોમાં બિમાર પડ્ય અને સારવાર ન મળી તેથી એક મૂળ તેલંગાણાનો અને બીજો આન્ધ્રપ્રદેશનો મળીને બે માઓવાદી માર્યા ગયા છે. માઓવાદી પોલીટબ્યુરો અને કોર કમિટી બન્નેમાં સભ્યોની સંખ્યા ઝડપભેર ઘટી રહી છે. કોઈ નવા નેતાઓ મળતાં નથી. જે મળે છે તે સિધ્ધાંતો વગરના ગુંડાઓ મળે છે.

અગાઉ આવા લોકોએ લડતને બદનામ કરી હતી. છતીસગઢમાં હજી માઓવાદીનું જોર બચ્ચું છે. પણ એ સિવાયના વિસ્તારોમાં તેઓ નબળા પડી રહ્યા છે. વરસ 2013માં નકસલીઓનું જોર ધરાવતી 76 જિલ્લાઓ દેશભરમાં હતા, આજે ઘટીને 53 રહ્યા છે. છતાં આ પ્રમાણ નાનું ન ગણાય. એક દેશમાં મધ્યભાગમાં દાયકાઓથી દેશના દુશ્મનો બંદુકના નાળચે પોતાનું રાજ ચલાવતા હોય અને દુનિયામાં તાકાતવાન હોવા ડાંફા મારના સ્ટેજ-બહાદૂર નેતાઓનું રૂવાડું ન ફરકે, મોં પર શરમનો શેરડો ન પડે ત્યારે આસાનીથી સમજાય કે મુઠ્ઠીભર વિદેશીઓ આ દેશ પર રાજ કેમ કરી ગયા?
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top